ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં - Dhire Re Chhedo Re Dholi Dholakan - Gujarati Kavita

ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં

ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં!
એક વેલથી પાન પીંખાઈ રહ્યું
ને મંગલ ટાણાંની મેંદીને પીસતાં પીસતાં મન પીસાઈ ગયું
ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં!

જાઓ રે છૂપાઈ ઓ શરણાઈ તારા સૂર નથી રે હવે સુણવાં
હું મુરલીએ ડોલન્તો નાગ નથી કે નાચ નાચું ને માંડુ ધૂણવાં
આ મંગલ દિને શાણપણું મેં તો રાખ્યું તો ય રિસાઈ ગયું
એક વેલથી પાન પીંખાઈ રહ્યું
ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં!

જરીએ જડેલ તને અંબર દીકરી દીધાં મેં ગોતી ગોતી
સોના રે દીધાં ને રૂપા રે દીધાં માણેક દીધાં ને મોતી
એક ના દીધું તને આંસુનું મોતી
તને દઉં ના દઉં ત્યાં વેરાઈ ગયું
એક વેલથી પાન પીંખાઈ રહ્યું
ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં!


धीरे रे छेडो रे ढोली ढोलकां

धीरे रे छेडो रे ढोली ढोलकां!
एक वेलथी पान पींखाई रह्युं
ने मंगल टाणांनी मेंदीने पीसतां पीसतां मन पीसाई गयुं
धीरे रे छेडो रे ढोली ढोलकां!

जाओ रे छूपाई ओ शरणाई तारा सूर नथी रे हवे सुणवां
हुं मुरलीए डोलन्तो नाग नथी के नाच नाचुं ने मांडु धूणवां
आ मंगल दिने शाणपणुं में तो राख्युं तो य रिसाई गयुं
एक वेलथी पान पींखाई रह्युं
धीरे रे छेडो रे ढोली ढोलकां!

जरीए जडेल तने अंबर दीकरी दीधां में गोती गोती
सोना रे दीधां ने रूपा रे दीधां माणेक दीधां ने मोती
एक ना दीधुं तने आंसुनुं मोती
तने दउं ना दउं त्यां वेराई गयुं
एक वेलथी पान पींखाई रह्युं
धीरे रे छेडो रे ढोली ढोलकां!


Dhire Re Chhedo Re Dholi Dholakan

Dhire re chhedo re dholi dholakan!
ek velathi pan pinkhai rahyun
Ne mangal tananni mendine pisatan pisatan man pisai gayun
Dhire re chhedo re dholi dholakan!

Jao re chhupai o sharanai tara sur nathi re have sunavan
Hun muralie dolanto nag nathi ke nach nachun ne mandu dhunavan
A mangal dine shanapanun men to rakhyun to ya risai gayun
ek velathi pan pinkhai rahyun
Dhire re chhedo re dholi dholakan!

Jarie jadel tane anbar dikari didhan men goti goti
Sona re didhan ne rupa re didhan manek didhan ne moti
ek na didhun tane ansunun moti
Tane daun na daun tyan verai gayun
ek velathi pan pinkhai rahyun
Dhire re chhedo re dholi dholakan!


Dhīre re chheḍo re ḍholī ḍholakān

Dhīre re chheḍo re ḍholī ḍholakān!
ek velathī pān pīnkhāī rahyun
Ne mangal ṭāṇānnī mendīne pīsatān pīsatān man pīsāī gayun
Dhīre re chheḍo re ḍholī ḍholakān!

Jāo re chhūpāī o sharaṇāī tārā sūr nathī re have suṇavān
Hun muralīe ḍolanto nāg nathī ke nāch nāchun ne mānḍu dhūṇavān
Ā mangal dine shāṇapaṇun men to rākhyun to ya risāī gayun
ek velathī pān pīnkhāī rahyun
Dhīre re chheḍo re ḍholī ḍholakān!

Jarīe jaḍel tane anbar dīkarī dīdhān men gotī gotī
Sonā re dīdhān ne rūpā re dīdhān māṇek dīdhān ne motī
ek nā dīdhun tane ānsunun motī
Tane daun nā daun tyān verāī gayun
ek velathī pān pīnkhāī rahyun
Dhīre re chheḍo re ḍholī ḍholakān!


Source : સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ દાદા હો દીકરી (૧૯૭૭)


આ અનોખા ગીતને આશિત દેસાઈએ
ઓર વધુ બહેલાવી-સજાવી ગાયું છે
સાંભળોઃ