ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - Dhuni Re Dakhavi Beli Ame Tara Namani - Lyrics

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા ગામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના કરે રે જાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિના જામની
ધૂણી રે ધખાવી બેલી…


Dhūṇī re dhakhāvī belī ame tārā nāmanī
Dhūṇī re dhakhāvī belī ame tārā nāmanī

Bhūlo re paḍyo re hanso āngaṇe ūḍīne āvyo
Tana-manathī tarachhoḍāyo, mārag mārag athaḍāyo
He gam nā paḍe re ene ṭhākur tārā gāmanī
Dhūṇī re dhakhāvī belī…

Kone re kāje re jīvaḍā zankhanā kare re jāgī
Konī re vāṭyun jotā bhavanī ā bhāvaṭ bhāgī
He tarasyun re jāgī jīvane bhaktinā jāmanī
Dhūṇī re dhakhāvī belī…