દીવાન-એ-મરીઝ
એ શ્રેષ્ઠ ઉપકાર છે ઉપકારોમાં
ઉપકૃતનો કોઈ જેમાં પરિચય પણ ન હો
-મરીઝ
કિસ્મતને હથેલીમાં રાખો
ચહેરા ઉપર એની ન રેખા રાખો
દેવાને દિલાસો કોઈ હિમ્મત ન કરે
દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો
-મરીઝ
અનોખી આરઝૂ આપે છે એને
જીવન પણ એક જુદું આપે છે એને
સમજશક્તિ નથી જેનામાં હોતી
સહનશક્તિ પ્રભુ આપે છે એને
-મરીઝ
સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રિવાજ
સ્વભાવના બંધનનો નથી કોઈ ઈલાજ
સમજી લે કે મોઘમ છે ઈશારા એના
ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ
-મરીઝ
હાંસલ ન થશે કાંઈ વિવેચનથી
રહેવા દે કલાને બની જેવી બની
તસ્વીર જો દરિયાની નિચોવી તો મરીઝ
બે ચાર બુંદ રંગની એમાંથી મળી
-મરીઝ
આ સદીઓ પુરાણી કબ્રોને જોતાં એ વિચાર આવે છે
માનવથી વધારે જીવે છે માનવના મઝારો શા માટે?
-મરીઝ
સમજાતું નથી તારી આ કુદરત શું છે
કોની તને પરવા અને દહેશત શું છે
પાપી છીએ સંતાડીએ મોઢું તો અમે
અલ્લાહ તને પરદાની જરૂરત શું છે?
-મરીઝ
જીવન હો નિરંકુશ તો રાહત માને
મતલબ ન સધાય એને મુસીબત માને
માનવમાં હશે કેટલી બેઈન્સાફી
એ ન્યાયના દિવસને કયામત માને
-મરીઝ
વર્ષો સુધી સંગત ભલે સારી કરશે
પણ જન્મના સંસ્કાર ન હરગિઝ ફરશે
એ પૂજ્ય અને શાંત છે પણ ટકરાતાં
કાબાના યે પથ્થરમાંથી તણખા ઝરશે
-મરીઝ
જન્નતના ખયાલોની ખરાબી લઈને
હુરોના વિચારોમાં ગુલાબી થઈને
ઝાહિદની ઈબાદતની ખુમારી તો જુઓ
મસ્જિદમાંથી નીકળ્યો છે શરાબી થઈને
-મરીઝ
માગો સમજણ સહિત કે ત્યાંથી
કશું માગ્યા વગર નથી મળતું
જ્યારે કંઈ પણ ભીતર નથી મળતું
કશું ઉપર ઉપરથી નથી મળતું
-મરીઝ
બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે
કંઈ પણ લખ્યું નથી છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે
શું મસ્ત થઈને સૂએ છે બધા વાહ રે મરીઝ
માટી અને કફનમાં ગજબની શરાબ છે!
-મરીઝ
શું પ્રેમ છે એક પંક્તિમાં વ્યાખ્યા કરું
સોંપો બીજાને ખુદના બધા ઈખ્તિયારને
એક ઊઘડેલા ઘરને ન જોયું મેં એટલે
દીધાં છે મેં ટકોરા ઘણા બંધ દ્વારને
શું એની વેદના અને અવહેલના હશે
માણસ જે આવકારે બધા આવકારને
એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ
આનંદથી નિભાવો બધી સારવારને
સંપૂર્ણતમ નિરાશા જનેતા છે આશની
કે રાતનો જ ખોળો મળે છે સવારને
તો એક વિચાર વ્યક્ત કીધો છે સરસ મરીઝ
જ્યારે જવા દીધા છે હજારો વિચારને
-મરીઝ
એક સમય એવો પણ આવે છે બધું આવે નજર
એક વખત એવો ય આવે છે કે કશું દેખાય ના
મૃત્યુ આવી જ્યાં કહે ચુપચાપ મારી સાથે ચાલ
આપણાથી તે પછી એક અક્ષર બોલાય ના
સારા કે નરસા કોઈને દેજે ન ઓ ખુદા
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના
ઓ ઉર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ કંઈ એમાં ઝડપથી લખાય ના
કેટલી સંકડામણોમાં સ્થિર થઈને રહી ગયો
છે મરીઝ એ શખ્શ પોતાનામાં જે બંધાય ના
-મરીઝ
થયું મોડું છતાં ય કામ થયું
સૌના મોઢામાં રામ રામ થયું
સઘળા સદગત મને કહે છે મરીઝ
ચાલો મૃત્યુ પછી તો નામ થયું
-મરીઝ
Divana-E-Mariza
E shreshtha upakar chhe upakaroman
Upakrutano koi jeman parichaya pan n ho
-mariza
Kismatane hatheliman rakho
Chaher upar eni n rekh rakho
Devane dilaso koi himmat n kare
Duahkha dardaman pan evi pratibh rakho
-mariza
Anokhi arazu ape chhe ene
Jivan pan ek judun ape chhe ene
Samajashakti nathi jenaman hoti
Sahanashakti prabhu ape chhe ene
-mariza
Saundaryani duniyaman chhe sanyamano rivaja
Svabhavan bandhanano nathi koi ilaja
Samaji le ke mogham chhe ishar ena
Fulomanthi kyan ave chhe hasavano avaja
-mariza
Hansal n thashe kani vivechanathi
Rahev de kalane bani jevi bani
Tasvir jo dariyani nichovi to mariza
Be char bunda rangani emanthi mali
-mariz
A sadio purani kabrone jotan e vichar ave chhe
Manavathi vadhare jive chhe manavan mazaro sha mate?
-mariza
Samajatun nathi tari a kudarat shun chhe
Koni tane parav ane daheshat shun chhe
Papi chhie santadie modhun to ame
Allah tane paradani jarurat shun chhe?
-mariza
Jivan ho nirankush to rahat mane
Matalab n sadhaya ene musibat mane
Manavaman hashe keṭali beinsafi
E nyayan divasane kayamat mane
-mariza
Varsho sudhi sangat bhale sari karashe
Pan janman sanskar n haragiz farashe
E pujya ane shanṭa chhe pan ṭakaratan
Kaban ye paththaramanthi tanakh zarashe
-mariza
Jannatan khayaloni kharabi laine
Huron vicharoman gulabi thaine
Zahidani ibadatani khumari to juo
Masjidamanthi nikalyo chhe sharabi thaine
-mariza
Mago samajan sahit ke tyanthi
Kashun magya vagar nathi malatun
Jyare kani pan bhitar nathi malatun
Kashun upar uparathi nathi malatun
-mariza
Bas o nirash dil a hatash kharab chhe
Lage mane ke jagaman badh kamiyab chhe
Khudane kharab kahevani hinmat nathi
Tethi badh kahe chhe jamano kharab chhe
Kani pan lakhyun nathi chhatan bhul nikali
Kevi vichitra premani kori kitab chhe
Shun masṭa thaine sue chhe badh vah re mariza
Mati ane kafanaman gajabani sharab chhe!
-mariza
Shun prem chhe ek panktiman vyakhya karun
Sonpo bijane khudan badh ikhtiyarane
Ek ughadel gharane n joyun men eṭale
Didhan chhe men ṭakor ghan bandha dvarane
Shun eni vedan ane avahelan hashe
Manas je avakare badh avakarane
En sivaya dardano bijo nathi ilaja
Anandathi nibhavo badhi saravarane
Sanpurnatam nirash janet chhe ashani
Ke ratano j kholo male chhe savarane
To ek vichar vyakṭa kidho chhe saras mariza
Jyare jav didh chhe hajaro vicharane
-mariza
Ek samaya evo pan ave chhe badhun ave najara
Ek vakhat evo ya ave chhe ke kashun dekhaya na
Mrutyu avi jyan kahe chupachap mari sathe chala
Apanathi te pachhi ek akshar bolaya na
Sar ke naras koine deje n o khuda
Ev anubhavo ke je bhuli shakaya na
O urmio tame badhi avo n samati
A chhe gazal kani eman zadapathi lakhaya na
Keṭali sankadamanoman sthir thaine rahi gayo
Chhe mariz e shakhsha potanaman je bandhaya na
-mariza
Thayun modun chhatan ya kam thayun
Saun modhaman ram ram thayun
Saghal sadagat mane kahe chhe mariza
Chalo mrutyu pachhi to nam thayun
-Mariza
Source: Mavjibhai