એક જ દે ચિનગારી મહાનલ - Ek j De Chinagari Mahanala - Lyrics

એક જ દે ચિનગારી મહાનલ

એક જ દે ચિનગારી મહાનલ !
એક જ દે ચિનગારી

ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી…મહાનલ

જામગરીમાં તણખો ન પડયો
ન ફળી મહેનત ભારી…મહાનલ

ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો
સળગી આભ અટારી…મહાનલ

ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી…મહાનલ

ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધિરજ મારી…મહાનલ

વિશ્ર્વાનલ હું અધિક ન માંગુ
માંગુ એક ચિનગારી…મહાનલ


Ek j De Chinagari Mahanala

Ek j de chinagari mahanal ! Ek j de chinagari

Chakamak lodhun ghasatan ghasatan
Kharachi jindagi sari…mahanala

Jamagariman tanakho n padayo
N fali mahenat bhari…mahanala

Chando salagyo suraj salagyo
Salagi abh atari…mahanala

N salagi ek sagadi mari
Vat vipatani bhari…mahanala

Thandiman muj kaya thathare
Khuti dhiraj mari…mahanala

Vishrvanal hun adhik n mangu
Mangu ek chinagari…mahanala