ફોટો ફિનિશ હાર-જીત - Foto Finish Hara-Jita - Lyrics

ફોટો ફિનિશ હાર-જીત

[સોનેટ]
ચુનંદા અશ્વો, આ દડમજલ, ઘોડા શરતના,
ઊડે પાણીપંથા પવનગતિએ ફાળ ભરતા,
છૂટેલાં તીરો શાં, પણછ પરથી લક્ષ ઉપરે,
ચગાવે હોંશીલાં જન, શરત મેદાન ઉપરે.

હજારો ખેલાડી શરત અધીરાં થૈ નિરખતાં-
લગાડ્યાં છે લાખો નગદ રૂપિયા એક ઉપરે-
અહા શો એ ઊડે વીજળી ઝડપે, બંકિમ છટા!
રચી શી એ ભંગી સકળ બળથી, ધીર ધસતો,

પ્રસંશા પોકારો લખ જન તણાં ઝીલી હસતો,
પહોંચ્યો જ્યાં લક્ષ્યે અતિવ બળથી હાંફ ચડિયો
ઢળ્યો રે પંખાળો મરણ શયને લોથ થઈને.
ગુમાવ્યું એણે તો વિજયપદ; ફોટો ફિનિશમાં

મર્યો છો એ વ્હેલો અરધપળ અલ્પાંશ ઈંચમાં,
ગયો જીવી તો યે પલકભર લાખો નજરમાં!

-ચુનિલાલ મડિયા


Foto Finish Hara-Jita

[soneṭa]
Chunanda ashvo, a dadamajala, ghod sharatana,
Ude panipantha pavanagatie fal bharata,
Chhutelan tiro shan, panachh parathi laksha upare,
Chagave honshilan jana, sharat medan upare.

Hajaro kheladi sharat adhiran thai nirakhatan-
Lagadyan chhe lakho nagad rupiya ek upare-
Ah sho e ude vijali zadape, bankim chhata! Rachi shi e bhangi sakal balathi, dhir dhasato,

Prasansha pokaro lakh jan tanan zili hasato,
Pahonchyo jyan lakshye ativ balathi hanfa chadiyo
Dhalyo re pankhalo maran shayane loth thaine. Gumavyun ene to vijayapada; foto finishaman

Maryo chho e vhelo aradhapal alpansha inchaman,
Gayo jivi to ye palakabhar lakho najaraman!

-Chunilal Madiya