ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,
દીકરી કે’જો સખદ:ખની વાત જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
રાખના વારા તો માતા વહી ગયા રે લોલ,
દ:ખના ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો !
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
નણદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો !
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો !
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સસરે જઈ જેઠને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો !
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
જેઠે જઈ પરણ્યાને સંભળવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો !
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
પરણ્યે જઈ તેજી ઘોડો છોડિયો રે લોલ,
જઈ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ,
અધશેર અમલિયાં તોળાવિયાં રે લોલ,
પાશેર તોળાવ્યો સુમલખાર જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,
પીઓ ગોરી નકર હું પી જાઉં જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ,
ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
આટફાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,
ખોખરી હાંડીમાં લીધી આગ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,
બીજો વિસામો ઝાંપા બા’ર જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ.
ચોથો વિસામો સમશાન જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ.
રૂપલા સરખી વહુની રાખ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
બાળી ઝાળીને ઘેર આવિયા રે લોલ,
હવે માડી મંદિરિયે મોકળાશ જો,
ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ
Gam Ma Sasru Ne Gam Ma Pi Rayu Re Lol
Gamaman sasarun ne gamaman pi’riyun re lola,
Dikari ke’jo sakhada:khani vat jo,
Kaval sasariyaman jivavun re lola.
Rakhan var to mat vahi gaya re lola,
Da:khan ugyan chhe zinan zad jo,
Kaval sasariyaman jivavun re lola.
Pachhavade ubhi nanadi sanbhale re lola,
Vahu kare chhe apan gharani vat jo !
Vahue vagovyan motan khoradan re lola.
Nanadie jai sasune sanbhalaviyun re lola,
Vahu kare chhe apan gharani vat jo !
Vahue vagovyan motan khoradan re lola.
Sasue jai sasarane sanbhalaviyun re lola,
Vahu kare chhe apan gharani vat jo !
Vahue vagovyan motan khoradan re lola.
Sasare jai jeṭhane sanbhalaviyun re lola,
Vahu kare chhe apan gharani vat jo !
Vahue vagovyan motan khoradan re lola.
Jethe jai paranyane sanbhalaviyun re lola,
Vahu kare chhe apan gharani vat jo !
Vahue vagovyan motan khoradan re lola.
Paranye jai teji ghodo chhodiyo re lola,
Jai ubhadyo gandhidane hat jo,
Vahue vagovyan motan khoradan re lola,
Adhasher amaliyan tolaviyan re lola,
Pasher tolavyo sumalakhar jo,
Vahue vagovyan motan khoradan re lola.
Sonal vaṭakade amal gholiyan re lola,
Pio gori nakar hun pi jaun jo,
Vahue vagovyan motan khoradan re lola.
Ghaṭak daine gorande pi gayan re lola,
Gharacholani thansi ene sodya jo,
Vahue vagovyan motan khoradan re lola.
Aṭafaṭanan lakadan mangaviyan re lola,
Khokhari handiman lidhi ag jo,
Vahue vagovyan motan khoradan re lola.
Pe’lo visamo gharane unbare re lola,
Bijo visamo zanpa ba’r jo,
Vahue vagovyan motan khoradan re lola.
Trijo visamo gamane gondare re lola.
Chotho visamo samashan jo,
Vahue vagovyan motan khoradan re lola.
Sonal sarakhi vahuni che’ bale re lola.
Rupal sarakhi vahuni rakh jo,
Vahue vagovyan motan khoradan re lola.
Bali zaline gher aviya re lola,
Have madi mandiriye mokalash jo,
Bhavano oshiyalo have hun rahyo re lola