ગાંડીવ લઇ હાથમાં અર્જુન થા યુવાન !
બની સારથિ ઊભો છે યોગેશ્વર ભગવાન !
કંટકમાં કેડી તું કરજે કુનેહથી;
પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી !
સુખ-દુઃખમાં સમતાનું ગાજે તું ગાન;
તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન !..
‘કર્મ વિના મળતું ના” ગીતા ઉપદેશ છે;
“એળે ના જાય કર્મ” ગીતા સંદેશ છે !
શક્તિ છે તારામાં કરતો જા કામ;
તારી સહાયમાં ઊભો છે યોગેશ્વર ભગવાન !..
ઊભરાતું યૌવન યોગેશ્વરને આપજે;
કામ કરી ઇશ્વરનાં, જીવન દીપાવજે !
ઘર ઘરને કરજે તું ભક્તિનાં ધામ !
તારી ભક્તિમાં શક્તિ થઇ ભળશે ભગવાન!
જીવનમાં લાચારી લેશ તું ના લાવજે;
પાંડવ થઇ પૃથ્વી પર પાપને પડકારજે !
લડજે ખુમારીથી જીવનસંગ્રામ;
બની સારથિ ઊભો છે યોગેશ્વર ભગવાન !..
Gandiv Lai Hath Maa
Gānḍīv lai hāthamān arjun thā yuvān !
Banī sārathi ūbho chhe yogeshvar bhagavān !
Kanṭakamān keḍī tun karaje kunehathī;
Puṣhpanī sugandhane sanbhāḷaje tun snehathī !
Sukha-duahkhamān samatānun gāje tun gāna;
Tārī sāthe ūbho chhe yogeshvar bhagavān !..
‘karma vinā maḷatun nā” gītā upadesh chhe;
“eḷe nā jāya karma” gītā sandesh chhe !
Shakti chhe tārāmān karato jā kāma;
Tārī sahāyamān ūbho chhe yogeshvar bhagavān !..
Ūbharātun yauvan yogeshvarane āpaje;
Kām karī ishvaranān, jīvan dīpāvaje !
Ghar gharane karaje tun bhaktinān dhām !
Tārī bhaktimān shakti thai bhaḷashe bhagavāna!
Jīvanamān lāchārī lesh tun nā lāvaje;
Pānḍav thai pṛuthvī par pāpane paḍakāraje !
Laḍaje khumārīthī jīvanasangrāma;
Banī sārathi ūbho chhe yogeshvar bhagavān !..
Divya Publication. (2020). કિર્તન સાગર
ગાંડીવ લય હાથમાં અર્જુન થા યુવાન| (2022, January 31). YouTube