ગોવિંદો પ્રાણ અમારો રે - Govindo Pran Amaro Re - Gujarati & English Lyrics

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે,
એવો મારો રામજી વાલો રે બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિ સંતનો વાસ
કપટથી પ્રભુ દૂર વસે, તારા સંતોની પાસ. ગોવિંદો…

રાણાજી કાગળ મોકલે રે, દે જો મીરાંને હાથ,
સાધુની સંગત છોડી ઘો તમે વસો અમારી સાથ. ગોવિંદો…

મીરાંબાઈ કાગળ મોકલે રે દે જો રાણાજીને હાથ,
રાજપાટ તમે છોડો રાણાજી વસો સાધુને સાથ. ગોવિંદો…

ઝેરનો પ્યાલો રાણાએ મોકલ્યો રે, દેજો મીરાંને હાથ,
અમૃત જાણી મીરાં પી ગયાં, જેની સહાયે છે શ્રી ભગવાન.ગોવિંદો…

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો કોસ દૂર,
રાણાજીના દેશમાં રે મારે જળ રે પીવાનો દોષ. ગોવિંદો…

ડાબો મેલ્યો મેવાડમાં ને મીરાં ગયા પશ્ચિમમાંય
સર્વે છોડી મીરાં નિસર્યાં રે જેનું માયામાં મનડું ન હોય. ગોવિંદો…

સાસુ મારી સુષુમણા રે સસરો પ્રેમ, સંતોષ
જેઠ જગજીવન જગતમાં રે, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો…

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે રંગબેરંગી હોય,
ઓઢું હું કાળો કામળો રે, દૂજો ડાઘ ન લાગે કોય,
મીરાં હિરની લાડલી રે, રહેતી સંત હજુર,
સાધુ સંધાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર.ગોવિંદો.

Govindo Pran Amaro Re

Govindo prāṇ amāro re, mane jag lāgyo khāro re,
Evo māro rāmajī vālo re bījo mārī najare n āve re. Mīrānbāīnā mahelamān re, hari santano vās
Kapaṭathī prabhu dūr vase, tārā santonī pāsa. Govindo…

Rāṇājī kāgaḷ mokale re, de jo mīrānne hātha,
Sādhunī sangat chhoḍī gho tame vaso amārī sātha. Govindo…

Mīrānbāī kāgaḷ mokale re de jo rāṇājīne hātha,
Rājapāṭ tame chhoḍo rāṇājī vaso sādhune sātha. Govindo…

Zerano pyālo rāṇāe mokalyo re, dejo mīrānne hātha,
Amṛut jāṇī mīrān pī gayān, jenī sahāye chhe shrī bhagavāna.govindo…

Sānḍhavāḷā sānḍha shaṇagāraje re, jāvun so so kos dūra,
Rāṇājīnā deshamān re māre jaḷ re pīvāno doṣha. Govindo…

Ḍābo melyo mevāḍamān ne mīrān gayā pashchimamānya
Sarve chhoḍī mīrān nisaryān re jenun māyāmān manaḍun n hoya. Govindo…

Sāsu mārī suṣhumaṇā re sasaro prema, santoṣh
Jeṭh jagajīvan jagatamān re, māro nāvaliyo nirdoṣha. Govindo…

Chūndaḍī oḍhun tyāre ranga chūve re rangaberangī hoya,
Oḍhun hun kāḷo kāmaḷo re, dūjo ḍāgh n lāge koya,
Mīrān hiranī lāḍalī re, rahetī santa hajura,
Sādhu sandhāte sneh ghaṇo, pelā kapaṭīthī dil dūra.govindo.

Divya Publication. (2020). કિર્તન સાગર

Govindo Pran Amaro Re. (2021, June 16). YouTube