હજુ રસભર રાત તો - Haju Rasabhar Rat To - Gujarati

હજુ રસભર રાત તો

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ
ના જા, ના જા, સાજના

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત
જરી જંપ્યુ ગગન વિરાટ
ના જા, ના જા, સાજના

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિરને પગથાર
હજુ ઝાંખી બળે દીપમાળ
ના જા, ના જા, સાજના


हजु रसभर रात तो

हजु रसभर रात तो बाकी रही गई
ना जा, ना जा, साजना

हजु चंद्र नथी बुझाई गयो
छे ताराओनी छांय
हजु रजनीना श्यामल पगलां
थोडुं दूर रह्युं छे प्रभात
जरी जंप्यु गगन विराट
ना जा, ना जा, साजना

हजु चंदनभीनी कुंजन छे
हजु सूर गुंजे सूनकार
हजु ढळ्युं नथी कंकु सूरजनुं
तिमिरने पगथार
हजु झांखी बळे दीपमाळ
ना जा, ना जा, साजना


Haju Rasabhar Rat To

Haju rasabhar rat to baki rahi gai
na ja, na ja, sajana

Haju chandra nathi buzai gayo
chhe taraoni chhanya
Haju rajanina shyamal pagalan
thodun dur rahyun chhe prabhata
Jari janpyu gagan virat
na ja, na ja, sajana

Haju chandanabhini kunjan chhe
haju sur gunje sunakara
Haju dhalyun nathi kanku surajanun
timirane pagathara
Haju zankhi bale dipamal
na ja, na ja, sajana


Haju rasabhar rāt to

Haju rasabhar rāt to bākī rahī gaī
nā jā, nā jā, sājanā

Haju chandra nathī buzāī gayo
chhe tārāonī chhānya
Haju rajanīnā shyāmal pagalān
thoḍun dūr rahyun chhe prabhāta
Jarī janpyu gagan virāṭ
nā jā, nā jā, sājanā

Haju chandanabhīnī kunjan chhe
haju sūr gunje sūnakāra
Haju ḍhaḷyun nathī kanku sūrajanun
timirane pagathāra
Haju zānkhī baḷe dīpamāḷ
nā jā, nā jā, sājanā


Source : સ્વરઃ વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ