હિર ૐ ધૂન મચાવ તારા દેહમંદિરમાં
પ્રભુની ધૂન મચાવ તારા જ્ઞાનમંદિરમાં
આ કાયાનો ઘડનારો કોઈ કડિયો કામણગારો
એની કળા તણો નહીં પાર…તારા
અસ્થિ કેરી ઈંટ લગાવી, ચૂનો માંય લગાવ્યો.
અસ્તર વિધવિધનાં કીધાં…તારા
રાતા રાતા રંગની માંહી, જાજમો પથરાય
એની શોભા તણો નહીં પાર…તારા
દ્વારે દ્વારે મૂક્યા, એકેય દ્વાર ન ચૂકયા.
આસન પોતાનાં પધરાવ્યાં…તારા
નાડી તણી તો નોબત વાગ, ઢોલ નગારાં વાગે.
મુર્તિ પોતાની પધરાવી…તારા
ઘટ ઘટ માંહી મૂર્તિ જોજે,
બાહ્ય આંડબર છોડી દેજે…તારા
હિર ૐ ધૂન મચાવ તારા દેહમંદિરમાં.
એની કળા તણો નહીં પાર…તારા
Hari Om Dhun Lagav
Hir oṃ dhūn machāv tārā dehamandiramān
Prabhunī dhūn machāv tārā jnyānamandiramān
Ā kāyāno ghaḍanāro koī kaḍiyo kāmaṇagāro
Enī kaḷā taṇo nahīn pāra…tārā
Asthi kerī īnṭa lagāvī, chūno mānya lagāvyo.
Astar vidhavidhanān kīdhān…tārā
Rātā rātā ranganī mānhī, jājamo patharāya
Enī shobhā taṇo nahīn pāra…tārā
Dvāre dvāre mūkyā, ekeya dvār n chūkayā.
Āsan potānān padharāvyān…tārā
Nāḍī taṇī to nobat vāga, ḍhol nagārān vāge.
Murti potānī padharāvī…tārā
Ghaṭ ghaṭ mānhī mūrti joje,
Bāhya ānḍabar chhoḍī deje…tārā
Hir oṃ dhūn machāv tārā dehamandiramān.
Enī kaḷā taṇo nahīn pāra…tārā
Divya Publication. (2020). કિર્તન સાગર