હરિને ભજતાં હજી કોઇની લાજ, જતી નથી જાણી રે;
જેની સૂરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે. (ટેક)
વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે.
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે… હરિને૦ (૧)
વહાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે… હરિને૦ (૨)
વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;
પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે… હરિને૦ (૩)
આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે,
કર જોડી કહે ‘પ્રેમળદાસ’ ભક્તોનાં દુઃખ હરશે રે. હરિનેo (૪)
Harine Bhajataa Haji Koini Laaj Jati Nathi Jani Re
Harine bhajatān hajī koinī lāja, jatī nathī jāṇī re;
Jenī sūratā shāmaḷiyā sātha, vade ved vāṇī re. (ṭeka)
Vahāle ugāryo prahlāda, haraṇākansa māryo re.
Vibhīṣhaṇane āpyun rājya, rāvaṇ sanhāryo re… Harine0 (1)
Vahāle narasinha mahetāne hār hātho hāth āpyo;
Dhruvane āpyun avichaḷ rāja, potāno karī thāpyo re… Harine0 (2)
Vahāle mīrān te bāinān zer haḷāhaḷ pīdhān re;
Pānchāḷīnān pūryān chīra, pānḍav kām kīdhān re… Harine0 (3)
Āvo hari bhajavāno lhāvo, bhajan koi karashe re,
Kar joḍī kahe ‘premaḷadāsa’ bhaktonān duahkha harashe re. Harineo (4)
Divya Publication. (2020). કિર્તન સાગર
Hari ne Bhajata Haji Koi ne Laaj jata nathi jani re Narayan Swami Gujarati Mi. (2017, April 25). YouTube