હવામાં આજ વહે છે
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
તૃણે તૃણે પાને પાને ઝાકળ બિંદુ ઝબકે જાણે
રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
રમતાં વાદળ ગિરીશિખરે મધુર નાની સરિતા સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા
વિશાળ ગગનગોખે એના જાય ગૂંથાતી કિરણજાળી
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
મન તો જાણે જૂઈની લતા ડોલે બોલે સુખની કથા
આજ ઉમંગે નવ સુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
-નાથાલાલ દવે
Havaman Aj Vahe Chhe
Havaman aj vahe chhe dharati keri khushakhushali
Modi rate megh vikhayo bhar haiyano kidho khali
Havaman aj vahe chhe dharati keri khushakhushali
Trune trune pane pane zakal bindu zabake jane
Rate rangin niharik dharati khole varasi chali
Havaman aj vahe chhe dharati keri khushakhushali
Ramatan vadal girishikhare madhur nani sarit sare
Dur digante adhir eno pritam ubho vat nihali
Havaman aj vahe chhe dharati keri khushakhushali
Ravi to rele nyar soneri surani dhar
Vishal gaganagokhe en jaya gunthati kiranajali
Havaman aj vahe chhe dharati keri khushakhushali
Man to jane juini lat dole bole sukhani katha
Aj umange nav sugandhe zule e to fulifali
Havaman aj vahe chhe dharati keri khushakhushali
-Nathalal Dave
સ્વરઃ સેજલ માંકડ
Source: Mavjibhai