હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર
હે ચંદ્રમૌલી, હે ચંદ્ર શેખર,
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ હરિહર …હે ચંદ્રમૌલી.
કંઠે ધરી છે તેં સર્પોની માળા,
તવ તાંડવે બાજે ડમરુ નિરાલા,
શ્રી શૈલરાજે કરી તેં આરાધન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન…હે ચંદ્રમૌલી.
પ્રભુ વિશ્વકાજે તે શિર ગંગા ધારી,
પર્વત દુહીતાની પુજા સ્વીકારી,
જગ મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,
પીને હળાહળ તેં પથ કૈંક તાર્યા…હે ચંદ્રમૌલી.
હે ચંદ્રમૌલી, હે ચંદ્ર શેખર,
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ હરિહર …હે ચંદ્રમૌલી.
He Chandramaulī He Chandrashekhara
He chandramaulī, he chandra shekhara,
He sankaṭ vimochana, he tripurārī archana;
Jaya jaya he shankara, he bhasmānga sundara,
He pashupati harihar …he chandramaulī.
Kanṭhe dharī chhe ten sarponī māḷā,
Tav tānḍave bāje ḍamaru nirālā,
Shrī shailarāje karī ten ārādhana,
Trinetre kīdhun ratipatinun visarjana…he chandramaulī.
Prabhu vishvakāje te shir gangā dhārī,
Parvat duhītānī pujā svīkārī,
Jag mangalārthe ten asuro sanhāryā,
Pīne haḷāhaḷ ten path kainka tāryā…he chandramaulī.
He chandramaulī, he chandra shekhara,
He sankaṭ vimochana, he tripurārī archana;
Jaya jaya he shankara, he bhasmānga sundara,
He pashupati harihar …he chandramaulī.