હે મુને ઘેલી કરીને કાન ક્યાં ગયો.
હે કાન ક્યાં ગયો… (૨) રે… હે મુને ઘેલી…
હમણાં તો વાંસળી વગાડતા જોયો,
હમણાં તો ગાવડી ચરાવતા જોયો.
હે એતો મારોં મનાવ્યો એના રહ્યો… (૩) રે… મુને…
પનઘટ પર પાંગરી પૂનમની રાત,
સાંવરાને સાંવરીએ માંડી છે વાત.
એ તો શોભી રહ્યાં એક મેક સંગમાં રે… મુને…
ઢૂંઢયું ગોકુળિયું ઢૂંઢયું વનરાવન.
આંખ્યું મા ભાદરવો આંખ્યુંમાં સાવન.
હવે આટલો કઠોર એ શું રયો… (૩) રે… મુને
વાગે રે મોરલી ધીરે ધીરે (૨)
વૃંદાવનની ગલી ગલીમાં ભટક્યો શ્રાવણ ગાજે.
મોરલી ધરને મળવા આવ મોરલી વેરણ વાગે.
હે કાલિન્દીને તીરે, હે કાલિન્દીને તીરે તીરે,
વાગેરે મોરલી ધીરે ધીરે.
He Kan Kya Gayo
He mune gheli karine kan kyan gayo.
He kan kyan gayo… (2) re… He mune gheli…
Hamanan to vansali vagadat joyo,
Hamanan to gavadi charavat joyo.
He eto maron manavyo en rahyo… (3) re… Mune…
Panaghat par pangari punamani rata,
Sanvarane sanvarie mandi chhe vata.
E to shobhi rahyan ek mek sangaman re… Mune…
Dhundhayun gokuliyun dhundhayun vanaravana.
Ankhyun m bhadaravo ankhyunman savana.
Have aṭalo kathor e shun rayo… (3) re… Mune
Vage re morali dhire dhire (2)
Vrundavanani gali galiman bhaṭakyo shravan gaje.
Morali dharane malav av morali veran vage.
He kalindine tire, he kalindine tire tire,
Vagere morali dhire dhire.