હે મા..... હે મા....... હે મા....... - He Ma - Lyrics

હે મા…

હે મા… હે મા… હે મા…

હે મા! આ તારાબાલુડાને હેતથી સંભાળજે,
કૃપા કરીને માડી તું દર્શ અમોને આપજે…હે મા…

જન સેવાના શુભ કાર્યોના સંકલ્પનું કરાવજે,
મા તારા આ ચરણોમાં અમને નિત્ય સ્થાન તું આપજે…હે મા…

પરમેશ્વરી, સર્વેશ્વરી, ભુવનેશ્વરી, વિશ્વેશ્વરી,
સજ્ઞાનની જ્યોતિ જલાવી અમ હૃદયમાં સ્થાપજે…હે મા…

કલ્યાણીમા આસર્વે જીવોનું કલ્યાણ તુંકરજે,
શ્રદ્ધા સુમનના ભાવ અમારા ભાવથી સ્વીકારજે…હે મા…

આરાઘના, ઉપાસનાને સાધનાના સંઘમાં,
દેવોને દુર્લભ એવું આ જીવન અમારું બનાવજે…હે મા…

બુદ્ધિને સદ્ગુદ્ધિબનાવી સહસ્ત્રદલમાં સ્થાપજે,
સ્નેહની સરિતામાં અમોને પાન તું કરાવજે…હે મા…

મંગલમયી, આનંદમયી, કલ્યાણમયી, કરુણામયી,
આનંદમયી આનંદ અમારા ઉરમાં તું સ્થાપજે…હે મા…

મંગલમયીમાતાતમારા બાળતમને વિનવે,
મા ભક્તિ દેજે ક્તિ દેજે સાધનાના વર્ષમાં…હે મા…

જેવો ગણો તેવો મા તારો પુત્ર જાણીને પાળજે,
મને પાપના પંથે જતા અધ વચ્ચેથી પાછો વાળજે…હે મા…


He ma…

He ma… He ma… He ma…

He ma! A tarabaludane hetathi sanbhalaje,
Krup karine madi tun darsha amone apaje…he ma…

Jan sevan shubh karyon sankalpanun karavaje,
M tar a charanoman amane nitya sthan tun apaje…he ma…

Parameshvari, sarveshvari, bhuvaneshvari, vishveshvari,
Sagnanani jyoti jalavi am hrudayaman sthapaje…he ma…

Kalyanim asarve jivonun kalyan tunkaraje,
Shraddha sumanan bhav amar bhavathi svikaraje…he ma…

Araghana, upasanane sadhanan sanghaman,
Devone durlabh evun a jivan amarun banavaje…he ma…

Buddhine sadguddhibanavi sahastradalaman sthapaje,
Snehani saritaman amone pan tun karavaje…he ma…

Mangalamayi, anandamayi, kalyanamayi, karunamayi,
Anandamayi ananda amar uraman tun sthapaje…he ma…

Mangalamayimatatamar balatamane vinave,
M bhakti deje kti deje sadhanan varshaman…he ma…

Jevo gano tevo m taro putra janine palaje,
Mane papan panthe jat adh vachchethi pachho valaje…he ma…