હો રંગ રસિયા - Ho Ranga Rasiya - Lyrics

હો રંગ રસિયા

(છંદ રેણકી)
સર સર પર સધર અનર તર
અનુસર કરકર વરઘર મેલ કરે
હરિહર સુર અવર અછર અતિ મનહર
ભર ભર અતિ ઉર હરખ ભરે
નિરખત નર પ્રવર, પ્રવર ગણ નિરઝર
નિકટ મુકુટ શિર સવર નમે
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર
રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

(રાસ)
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો


Ho Ranga Rasiya

(chhanda renaki)
Sar sar par sadhar anar tara
Anusar karakar varaghar mel kare
Harihar sur avar achhar ati manahara
Bhar bhar ati ur harakh bhare
Nirakhat nar pravara, pravar gan nirazara
Nikat mukut shir savar name
Ghan rav par farar farar pad ghunghara
Rangabhar sundir shyam rame
Re bhai rangabhar sundir shyam rame

(rasa)
Ho ranga rasiya! Kyan rami avya ras jo
Ankhaladi rati ne ujagaro bhare kidho

Aj ame gya’tan sonidane hat jo
A zalazuman vahoratanne, vhanalan vahi gayan

Ho ranga rasiya! Kyan rami avya ras jo
Ankhaladi rati ne ujagaro bhare kidho

Aj ame gya’tan maniyarane hat jo
A chudalado utaravatan, vhanalan vahi gayan

Ho ranga rasiya! Kyan rami avya ras jo
Ankhaladi rati ne ujagaro bhare kidho

Aj ame gya’tan kasunbine hat jo
A chundaladi vahoratanne, vhanalan vahi gayan

Ho ranga rasiya! Kyan rami avya ras jo
Ankhaladi rati ne ujagaro bhare kidho

Aj ame gya’tan mochidane hat jo
A mojadiyun mulavatanne, vhanalan vahi gayan

Ho ranga rasiya! Kyan rami avya ras jo
Ankhaladi rati ne ujagaro bhare kidho

Source: Mavjibhai