હું જો વતનનો થાઉં તો
મારું અગર જો રાજ હો તો મુક્ત બંદીજન કરું
કુરીતિઓનું બંધ મારા દેશથી ચલણ કરું
લોહી પીતા સટ્ટાનું હું બંધ સૌ વલણ કરું
પ્રેમગંગા ઠાલવીને દૂર સહુ જલન કરું
પ્યારી માતા ભારતીનું સ્વર્ગમય જીવન કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું
મનવાસનાઓ મારી જીવન સુખી બનાવું
આશા નવી જગાવું ઉર્મિ નવી જગાવું
કામ ક્રોધ લોભને જડમૂળથી મીટાઉં
વિરાન વતન મારું ફરીથી ચમન બનાવું
કુરબાન દેશસેવામાં હું મારું આ જીવન કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું
ઊંચ નીચ ધનિક ને ગરીબ એક સૌ કરું
ઘર ઘર સમાન પ્રેમનું હું પ્રેમથી કથન કરું
દુઃખીજનોનાં દુઃખ હરું સેવામાં પ્રાણ પાથરું
અધર્મ ને અનીતિ સામે ધર્મયુદ્ધ આદરું
મુક્તિ માર્ગ શોધવાને હું સદા યતન કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું
આજ માતા ભારતી નિરાશ થઈ રુદન કરે
કોણ વીર આજ મારા દુઃખનું હરણ કરે
અન્ન વીણ અન્નપૂર્ણાનાં બાલ તરફડે
તે દેખી મારા દિલમાં પ્રચંડ આગ ભડભડે
શક્તિ મુજને દે ઓ માત ચરણમાં નમન કરું
વિશ્વ પ્રેમ ખોજમાં એ મંત્રનું મનન કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું
हुं जो वतननो थाउं तो
मारुं अगर जो राज हो तो मुक्त बंदीजन करुं
कुरीतिओनुं बंध मारा देशथी चलण करुं
लोही पीता सट्टानुं हुं बंध सौ वलण करुं
प्रेमगंगा ठालवीने दूर सहु जलन करुं
प्यारी माता भारतीनुं स्वर्गमय जीवन करुं
हुं जो वतननो थाउं तो दुनियाने मुज वतन करुं
मनवासनाओ मारी जीवन सुखी बनावुं
आशा नवी जगावुं उर्मि नवी जगावुं
काम क्रोध लोभने जडमूळथी मीटाउं
विरान वतन मारुं फरीथी चमन बनावुं
कुरबान देशसेवामां हुं मारुं आ जीवन करुं
हुं जो वतननो थाउं तो दुनियाने मुज वतन करुं
ऊंच नीच धनिक ने गरीब एक सौ करुं
घर घर समान प्रेमनुं हुं प्रेमथी कथन करुं
दुःखीजनोनां दुःख हरुं सेवामां प्राण पाथरुं
अधर्म ने अनीति सामे धर्मयुद्ध आदरुं
मुक्ति मार्ग शोधवाने हुं सदा यतन करुं
हुं जो वतननो थाउं तो दुनियाने मुज वतन करुं
आज माता भारती निराश थई रुदन करे
कोण वीर आज मारा दुःखनुं हरण करे
अन्न वीण अन्नपूर्णानां बाल तरफडे
ते देखी मारा दिलमां प्रचंड आग भडभडे
शक्ति मुजने दे ओ मात चरणमां नमन करुं
विश्व प्रेम खोजमां ए मंत्रनुं मनन करुं
हुं जो वतननो थाउं तो दुनियाने मुज वतन करुं
हुं जो वतननो थाउं तो दुनियाने मुज वतन करुं
Hun Jo Vatanano Thaun To
Marun agar jo raj ho to mukta bandijan karun
Kuritionun banda mara deshathi chalan karun
Lohi pita sattanun hun banda sau valan karun
Premaganga thalavine dur sahu jalan karun
Pyari mata bharatinun svargamaya jivan karun
Hun jo vatanano thaun to duniyane muj vatan karun
Manavasanao mari jivan sukhi banavun
Asha navi jagavun urmi navi jagavun
Kam krod lobhane jadamulathi mitaun
Viran vatan marun farithi chaman banavun
Kuraban deshasevaman hun marun a jivan karun
Hun jo vatanano thaun to duniyane muj vatan karun
Unch nich dhanik ne garib ek sau karun
Ghar ghar saman premanun hun premathi kathan karun
Duahkhijanonan duahkh harun sevaman pran patharun
Adharma ne aniti same dharmayudda adarun
Mukti marga shodhavane hun sada yatan karun
Hun jo vatanano thaun to duniyane muj vatan karun
Aj mata bharati nirash thai rudan kare
Kon vir aj mara duahkhanun haran kare
Anna vin annapurnanan bal tarafade
Te dekhi mara dilaman prachanda ag bhadabhade
Shakti mujane de o mat charanaman naman karun
Vishva prem khojaman e mantranun manan karun
Hun jo vatanano thaun to duniyane muj vatan karun
Hun jo vatanano thaun to duniyane muj vatan karun
Hun jo vatanano thāun to
Mārun agar jo rāj ho to mukta bandījan karun
Kurītionun banḍa mārā deshathī chalaṇ karun
Lohī pītā saṭṭānun hun banḍa sau valaṇ karun
Premagangā ṭhālavīne dūr sahu jalan karun
Pyārī mātā bhāratīnun svargamaya jīvan karun
Hun jo vatanano thāun to duniyāne muj vatan karun
Manavāsanāo mārī jīvan sukhī banāvun
Āshā navī jagāvun urmi navī jagāvun
Kām kroḍ lobhane jaḍamūḷathī mīṭāun
Virān vatan mārun farīthī chaman banāvun
Kurabān deshasevāmān hun mārun ā jīvan karun
Hun jo vatanano thāun to duniyāne muj vatan karun
Ūnch nīch dhanik ne garīb ek sau karun
Ghar ghar samān premanun hun premathī kathan karun
Duahkhījanonān duahkh harun sevāmān prāṇ pātharun
Adharma ne anīti sāme dharmayudḍa ādarun
Mukti mārga shodhavāne hun sadā yatan karun
Hun jo vatanano thāun to duniyāne muj vatan karun
Āj mātā bhāratī nirāsh thaī rudan kare
Koṇ vīr āj mārā duahkhanun haraṇ kare
Anna vīṇ annapūrṇānān bāl tarafaḍe
Te dekhī mārā dilamān prachanḍa āg bhaḍabhaḍe
Shakti mujane de o māt charaṇamān naman karun
Vishva prem khojamān e mantranun manan karun
Hun jo vatanano thāun to duniyāne muj vatan karun
Hun jo vatanano thāun to duniyāne muj vatan karun
Source : સ્વરઃ મુકેશ
ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા