હું મુજ પિતા - Hun Muj Pita - Lyrics

હું મુજ પિતા

અરે આ વેળા તો અનુભવ થયો અદ્‌ભૂત નવો
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો

હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની

અશા કૌતુકે કો અપરિચયથી જોઈ રહું કૈં
પ્રવાસી વસ્ત્રોને પરહરી જૂનું પંચિયું ધરું

પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા

અરીસે જોઉં તો જનક જ કપાળે સુખડની
ત્રિવલ્લી ભસ્માંકો અચરજ બપોરે સૂઈને ઊઠ્યો

પિતાજીની ટેવે અશી જ પ્રગટી પત્રની તૃષા
સૂતો રાત્રે ખાટે જનકની જ રે ગોદડુંય એ

નનામીયે મારી નીરખું પછી ને ભડ્‌ભડ ચિતા
રહું જોઈ મારું શબ બળતું હું હું મુજ પિતા

-ઉશનસ્


Hun Muj Pita

Are a vel to anubhav thayo adbhut navo
Hato pheli vel janakahin gehe pravishato

Hun jane ko mot havad avakashe pad dharun
Badhi vastu lage parichit j koi janamani

Ash kautuke ko aparichayathi joi rahun kain
Pravasi vastrone parahari junun panchiyun dharun

Pit kerun je a valagani pare sukavyun hatun
Pachhi nahi pherun shaniyun karav devani puja

Arise joun to janak j kapale sukhadani
Trivalli bhasmanko acharaj bapore suine uthyo

Pitajini teve ashi j pragati patrani trusha
Suto ratre khate janakani j re godadunya e

Nanamiye mari nirakhun pachhi ne bhadbhad chita
Rahun joi marun shab balatun hun hun muj pita

-ushanas

Source: Mavjibhai