હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ - Hun Purushottam Popat Shrihari - Lyrics

હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ

હું
પુરુષોત્તમ પોપટ શ્રીહરિ
હું છું નક્ષત્રોની ધરી
સકળ વિશ્વ સંભાળું છું
ને એક જ આંખે ભાળું છું

સકળ વિશ્વ મુજથી ઉદ્‌ભવે
કાળ કરાલ મને અનુસરે
શોક અશોકથી હું ઉપરે
હા સાક્ષાત્કાર કર્યો મેં ખરે

મારાં અગણિત રૂપ થયાં
અડધા ફાટીને ધૂપ થયાં
બાકીના સાવ બિચારાઓ
લો જીવતે જીવત સ્તૂપ થયા

સાંભાર મહીં હું કાંદો છું
હું શરદ પૂનમનો ચાંદો છું
હું નગરશેઠમાં ફાંદો છું
હું તડપાતાળિયો વાંદો છું

હું લિસ્સે ગાલ સરકતું ટીપું
(જનમ ધરીને અવર ન દીઠું)
કીર્તન સૌ મારું કરજો મીઠું
સકળ કાજ પરહરજો પીઠ્ઠુ

તનથી અક્કડ મનથી વાંકો
ટીલાં તાણું મારું ફાંકો
પીરસું લાગણીઓનો ગાંજો
બોલો તમને છે કોઈ વાંધો?

હું સચરાચરમાં બધે ચરું
ને ધરમસભાઓ રોજ ભરું
હું સ્વયં બ્રહ્મનું રૂપ ખરું
(તોયે માંદો થઈને મરું)

સકળ પદારથ હાથ મેં બંધા
અકળ પદારથ ગોરખ ધંધા
આવો ભોળા આવો ખંધા
આશીર્વાદ સ્વીકારો બંદા

વ્યક્ત થાઉં હું આસન મધ્યે
સકળ સૃષ્ટિના શાસન મધ્યે
પ્રસાદ મૂકો વાસણ મધ્યે
પછી ફસાઓ ભાષણ મધ્યે

તમે રહો દેરીમાં હરિ
ધરમ રમે શેરીમાં હરિ
પાછળ મેં શાંતિ-ફેરી કરી
હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ

-ધ્રુવ ભટ્ટ


Hun Purushottam Popat Shrihari

Hun
Purushottam popat shrihari
Hun chhun nakshatroni dhari
Sakal vishva sanbhalun chhun
Ne ek j ankhe bhalun chhun

Sakal vishva mujathi udbhave
Kal karal mane anusare
Shok ashokathi hun upare
H sakshatkar karyo men khare

Maran aganit rup thayan
Adadh fatine dhup thayan
Bakin sav bicharao
Lo jivate jivat stup thaya

Sanbhar mahin hun kando chhun
Hun sharad punamano chando chhun
Hun nagarasheṭhaman fando chhun
Hun tadapataliyo vando chhun

Hun lisse gal sarakatun tipun
(janam dharine avar n dithun)
Kirtan sau marun karajo mithun
Sakal kaj paraharajo piththu

Tanathi akkad manathi vanko
Tilan tanun marun fanko
Pirasun laganiono ganjo
Bolo tamane chhe koi vandho?

Hun sacharacharaman badhe charun
Ne dharamasabhao roj bharun
Hun swayan brahmanun rup kharun
(toye mando thaine marun)

Sakal padarath hath men bandha
Akal padarath gorakh dhandha
Avo bhol avo khandha
Ashirvad svikaro banda

Vyakṭa thaun hun asan madhye
Sakal srushtin shasan madhye
Prasad muko vasan madhye
Pachhi fasao bhashan madhye

Tame raho deriman hari
Dharam rame sheriman hari
Pachhal men shanti-feri kari
Hun purushottam popat shrihari

-Dhruv Bhatṭa