જે ઊગ્યું તે આથમે - Je Ugyun Te Athame - Gujarati

જે ઊગ્યું તે આથમે

જે ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય
અરે અબુધ ઓ આદમી! મનમાં શું મલકાય
ઘાટ થશે શો ઘડી પછી, જે જાયું તે જાય

ધ્રુજવતા ધમધમ ધરા, પડતા જેના પાય
એવા નર ઊપડી ગયા, જે જાયું તે જાય
ફૂંકે પથ્થર ફાડતા, કઠણ વજ્ર સમ કાય
ખાધા કાળે ખપ્પરમાં, જે જાયું તે જાય

પરપોટો જેમ પાણીનો, કાચ કળશવત કાય
વાર ન લાગે વણસતા, જે જાયું તે જાય
તર્યું તેહ બૂડે ખચિત, ભર્યું તે ઠલવાય
ના ભરોસો કાલનો, જે જાયું તે જાય

મરણ ફરે છે મલપતું, પરઠે જ્યાં તું પાય
કરે ન તોય વિચાર કેમ, જે જાયું તે જાય
પ્રતિ દિવસ તું પેખી લે, વાયુ મૃત્યુનો વાય
બુલાાખી તુજ બળ કેટલું, જે જાયું તે જાય


जे ऊग्युं ते आथमे

जे ऊग्युं ते आथमे, फूल्युं ते करमाय
एह नियम अविनाशनो, जे जायुं ते जाय
अरे अबुध ओ आदमी! मनमां शुं मलकाय
घाट थशे शो घडी पछी, जे जायुं ते जाय

ध्रुजवता धमधम धरा, पडता जेना पाय
एवा नर ऊपडी गया, जे जायुं ते जाय
फूंके पथ्थर फाडता, कठण वज्र सम काय
खाधा काळे खप्परमां, जे जायुं ते जाय

परपोटो जेम पाणीनो, काच कळशवत काय
वार न लागे वणसता, जे जायुं ते जाय
तर्युं तेह बूडे खचित, भर्युं ते ठलवाय
ना भरोसो कालनो, जे जायुं ते जाय

मरण फरे छे मलपतुं, परठे ज्यां तुं पाय
करे न तोय विचार केम, जे जायुं ते जाय
प्रति दिवस तुं पेखी ले, वायु मृत्युनो वाय
बुलााखी तुज बळ केटलुं, जे जायुं ते जाय


Je Ugyun Te Athame

Je ugyun te athame, fulyun te karamaya
Eh niyam avinashano, je jayun te jaya
Are abud o adami! Manaman shun malakaya
Ghat thashe sho ghadi pachhi, je jayun te jaya

Dhrujavata dhamadham dhara, padata jena paya
Eva nar upadi gaya, je jayun te jaya
Funke paththar fadata, kathan vajra sam kaya
Khadha kale khapparaman, je jayun te jaya

Parapoto jem panino, kach kalashavat kaya
Var n lage vanasata, je jayun te jaya
Taryun teh bude khachita, bharyun te thalavaya
Na bharoso kalano, je jayun te jaya

Maran fare chhe malapatun, parathe jyan tun paya
Kare n toya vichar kema, je jayun te jaya
Prati divas tun pekhi le, vayu mrutyuno vaya
Bulaakhi tuj bal ketalun, je jayun te jaya


Je ūgyun te āthame

Je ūgyun te āthame, fūlyun te karamāya
Eh niyam avināshano, je jāyun te jāya
Are abuḍ o ādamī! Manamān shun malakāya
Ghāṭ thashe sho ghaḍī pachhī, je jāyun te jāya

Dhrujavatā dhamadham dharā, paḍatā jenā pāya
Evā nar ūpaḍī gayā, je jāyun te jāya
Fūnke paththar fāḍatā, kaṭhaṇ vajra sam kāya
Khādhā kāḷe khapparamān, je jāyun te jāya

Parapoṭo jem pāṇīno, kāch kaḷashavat kāya
Vār n lāge vaṇasatā, je jāyun te jāya
Taryun teh būḍe khachita, bharyun te ṭhalavāya
Nā bharoso kālano, je jāyun te jāya

Maraṇ fare chhe malapatun, paraṭhe jyān tun pāya
Kare n toya vichār kema, je jāyun te jāya
Prati divas tun pekhī le, vāyu mṛutyuno vāya
Bulāākhī tuj baḷ keṭalun, je jāyun te jāya


Source : બુલાખીદાસ