કદી તડકા કદી છાયા - Kadi Tadaka Kadi Chhaya - Gujarati Kavita

કદી તડકા કદી છાયા

કદી તડકા કદી છાયા
કદી તડકા કદી છાયા, કદી તડકા કદી છાયા

સહુને હોય જીવનમાં, કદી તડકા કદી છાયા
જે તડકા ના સહે એવી ન કરીએ લાડકી કાયા

ઘડે છે જિંદગી તડકા, ખરું શિખવે દુઃખી દિવસો
સુખી દિવસો વધારે છે, વિલાસી વૈભવની માયા

કદી તડકા કદી છાયા
રહો રોતાં અગર હસતાં પડે તે તાપ સહેવાના
તો હસતાં કાં નહિ સહેવા વિષમ વેળાના પડછાયા

કદી તડકા કદી છાયા
સહુને હોય જીવનમાં, કદી તડકા કદી છાયા


कदी तडका कदी छाया

कदी तडका कदी छाया
कदी तडका कदी छाया, कदी तडका कदी छाया

सहुने होय जीवनमां, कदी तडका कदी छाया
जे तडका ना सहे एवी न करीए लाडकी काया

घडे छे जिंदगी तडका, खरुं शिखवे दुःखी दिवसो
सुखी दिवसो वधारे छे, विलासी वैभवनी माया

कदी तडका कदी छाया
रहो रोतां अगर हसतां पडे ते ताप सहेवाना
तो हसतां कां नहि सहेवा विषम वेळाना पडछाया

कदी तडका कदी छाया
सहुने होय जीवनमां, कदी तडका कदी छाया


Kadi Tadaka Kadi Chhaya

Kadi tadaka kadi chhaya
Kadi tadaka kadi chhaya, kadi tadaka kadi chhaya

Sahune hoya jivanaman, kadi tadaka kadi chhaya
Je tadaka na sahe evi n karie ladaki kaya

Ghade chhe jindagi tadaka, kharun shikhave duahkhi divaso
Sukhi divaso vadhare chhe, vilasi vaibhavani maya

Kadi tadaka kadi chhaya
Raho rotan agar hasatan pade te tap sahevana
To hasatan kan nahi saheva visham velana padachhaya

Kadi tadaka kadi chhaya
Sahune hoya jivanaman, kadi tadaka kadi chhaya


Kadī taḍakā kadī chhāyā

Kadī taḍakā kadī chhāyā
Kadī taḍakā kadī chhāyā, kadī taḍakā kadī chhāyā

Sahune hoya jīvanamān, kadī taḍakā kadī chhāyā
Je taḍakā nā sahe evī n karīe lāḍakī kāyā

Ghaḍe chhe jindagī taḍakā, kharun shikhave duahkhī divaso
Sukhī divaso vadhāre chhe, vilāsī vaibhavanī māyā

Kadī taḍakā kadī chhāyā
Raho rotān agar hasatān paḍe te tāp sahevānā
To hasatān kān nahi sahevā viṣham veḷānā paḍachhāyā

Kadī taḍakā kadī chhāyā
Sahune hoya jīvanamān, kadī taḍakā kadī chhāyā


Source : સ્વરઃ મોતીબાઈ


(નોંધઃ આ ક્યા નાટકનું ગીત છે, ગીત કોણે ગાયું છે, કોણે રચેલું છે અને તેનું સ્વરાંકન કોણે કરેલું છે તેની સાચી માહિતી કોઈની પાસે હોય તો આપવા વિનંતી છે. અત્રે ફક્ત અનુમાનના આધારે ગાયિકા તરીકે મોતીબાઈનું નામ લખ્યું છે.)

આ નાટ્યગીત સાંભળ્યા પછી તે જ વાતનો પડઘો પાડતું ગીતકાર તથા ગાયક કવિ પ્રદીપજીનું આ ગીત પણ સાંભળો. ૧૯૭૧ના હિન્દી ચલચિત્ર ‘કભી ધૂપ કભી છાંવ’નું આ ગીત છે અને તેના સંગીતકાર હતા ચિત્રગુપ્ત.