કાળા ભગતની લીમડીનું ઠૂંઠું - Kal Bhagatani Limadinun Thunthun - Lyrics

કાળા ભગતની લીમડીનું ઠૂંઠું

કોટિ કોટિ નિહારિકા ઘૂમે
કોટિ પ્રકાશના ગોળ
કોટિ પ્રકાશના ગોળ
નવલખ તારલા લોકવાણીના
સૂરજ રાતા ચોળ
એવું અંતરીખ તણાયું
અનંતનું ગેબ ચણાયું

ટમટમે ઘરદીવડાં જેવો
સૂરજ આપણો એક
સૂરજ આપણો એક
આભ અટારીના એક ખૂણામાં
એક ખૂણામાં છેક
વળી એનું મંડળ મોટું
ગુરૂ શનિ આઠનું જોટું

આઠ ગ્રહોનાં આઠ કૂંડાળા
એમાં કૂંડાળું એક
એમાં કૂંડાળુ એક
પૃથ્વીનો મારગ પાંચમો ને આડા
ચાંદાના ચાંદ અનેક
એમાં પાંચ ખંડ સમાણા
પાંચેનાં અલાયદા થાણાં

પાંચમાં તો જરા એશિયા મોટું
એમાંય હિન્દુસ્તાન
એમાંય હિન્દુસ્તાન
હિન્દમાં મુંબઈ એક ઈલાકો
વાણિયાઓનું ધામ
ઈલાકે ગુર્જર વાડી
દારૂ ઓછો ઝાઝી તાડી

ગુજરાતમાંય કચ્છની પાંખમાં
આવ્યો કાઠિયાવાડ
આવ્યો કાઠિયાવાડ
એમાંયે વળી એક ખૂણામાં
શેતરુંજાના પહાડ
એમાં એક ગામ સંતાણું
એનું મારે કરવું ગાણું

શેતરુંજાના ડુંગરા ડોલે
વચમાં ગાંભુ ગામ
વચમાં ગાંભુ ગામ
કાળા ભગતની લીમડીનું ઠૂંઠું
આંગળી ચીંધે તમામ
મોટી મોટી વાતમાં મારું
નાનું ગાણું લાગશે ખારું

શેતરુંજીનાં નીર વહ્યાં જાય
ગાંભાની કોર ઘસાય
ગાંભાની કોર ઘસાય
ગામને પાદર રામદુવારે
સાંજના આરતી થાય
ફળીમાં લીમડી લૂમે
લીંબોળીનાં લૂમખાં ઝૂમે

એક દીને સમે વાત રહી ગઈ
ધાર્યું ધણીનું થાય
ધાર્યું ધણીનું થાય
મારનારો ઉગારનારો બધું
એ જ; કશું નવ થાય
કહેતાં જીભ તાળવે ચોંટે
વહે લોહી દિલમાં દોટે

સાવ હતો દિન ઊજળો ને હતો
ધોમ ધખેલ બપોર
ધોમ ધખેલ બપોર
ગરમી ગરમી યોગ્ય હતું ટાણું
કાંધ જો મારવો ચોર
બેઠું હતું રામદુવારે
હરિજન એકાકારે

નવ હતા બેઠા ભાવિક વચ્ચે
બાવાજી વાંચે પાઠ
બાવાજી વાંચે પાઠ
એક ખૂણામાં ગોદડી નાખી
વાળી અદબ પલાંઠ
અગ્યારમા કાળુ ભાભા
મૂછો જાણે રૂના ગાભા

કેમ થયું એ તો રામજી જાણે
છૂટ્યા વા બારેબાર
છૂટ્યા વા બારેબાર
આભમાં મેઘાડંબર ગાજ્યો
વરસે મુશળધાર
ડ્હો ડ્હો આભ ડ્હોળાયું
નદી મહીં ઘોડલું ધાયું

સનન સનન વીજ ઝબૂકે
કાન ફૂટે કકડાટ
કાન કૂટે કકડાટ
કોઈનાં ઊંચે છાપરાં ઊડતાં
કોઈનાં ઊડતાં હાટ
માળામાં કાગ કળેળે
ઝીંકાઝીંક ડાળીઓ ખેલે

કડડ કરતાં થાય કડાકા
વીજ ઝઝૂમે શિર
વીજ ઝઝૂમે શિર
પડી કે પડશે મરશું બાપલા
મૂંઝાયા ધારણધીર
અગ્યારેયે આંકડા ભીડ્યા
એવામાં બાવાજી ચીઢ્યા

પાપીને માથે વીજ ઝઝૂમે
એમ લોકની વાણી ગાય
લોકની વાણી ગાય
અગ્યારેને મારવા કરતાં
સારું જો એકને ખાય
બાવાજીએ સાફ સુણાવ્યું
કોઈનેયે મન ના ભાવ્યું

સાંભળો સાચનાં વેણ સાધુજન
સૂચવું એક ઉપાય
સૂચવું એક ઉપાય
સામી ફળીમાં ડોલતી લીમડી
પંચ એ પાપણી થાય
જઈ જઈ હાથ અડાડો
પાપી શિરે વીજનો ખાડો

એક પછી એક લોક ઊઠે ને
સર્વના ધ્રૂજતા પાય
સર્વના ધ્રૂજતા પાય
અડ્યા કે ના અડ્યા કરીને
ચટકે પાછા ધાય
આવીને હાશ કરંતા
સહુને સાથે બાથ ભીડંતા

નવ જણાએ હાથ અડાડ્યા
જીવ્યા નવેના નવ
જીવ્યા નવેના નવ
કાળો ભગત તો ઘરડું માણસ
બાવો કે જાવા ન દઉં
લીમડીએ હાથ અડાડ્યો
બાવોય પાછો આવ્યો

કાળું કરો તમ મુખડું કાળા
ફટ રે ભગત નામ
ફટ રે ભગત નામ
પાપી તમે નક્કી વારો તમારો
નામ જેવાં તમ કામ
સહુ ફિટકાર વહાવે
ભગતને મન ન આવે

ડૂલતા ધ્રૂજતા ભગત ઊઠ્યા
પ્હોંચ્યા એ લીમડી પાસ
પ્હોંચ્યા એ લીમડી પાસ
કડક કરતો થાય કડાકો
સહુના અદ્ધર શ્વાસ
ભગતના રામ રમ્યા શું
પાપી કેરું પારખું તો થ્યું

સનન કરતી વીજળી આવી
દશને લીધા બાથ
દશને લીધા બાથ
કાળા થઈને કોલસા કેરા
સહુના પગ ને હાથ
જીવ્યો કાળો લીમડી કેડે
મર્યા દશ રામજી મેડે

જાવ જદિ કોઈ પાન્થ મુસાફર
શેતરુંજીને તીર
શેતરુંજીને તીર
ગાંભાને પાદર રામદુવારે
થામજો ભાઈ લગીર
કદી કો બાળને જાચો
બતાવશે થાનક સાચો

      -કૃષ્ણલાલ શ્રીધરાણી

Kal Bhagatani Limadinun Thunthun

Koti koti niharik ghume
koti prakashan gola
koti prakashan gola
Navalakh taral lokavanina
suraj rat chola
evun antarikh tanayun
anantanun geb chanayun

ṭamaṭame gharadivadan jevo
suraj apano eka
suraj apano eka
Abh atarin ek khunaman
ek khunaman chheka
vali enun mandal motun
guru shani aṭhanun jotun

Ath grahonan ath kundala
eman kundalun eka
eman kundalu eka
Pruthvino marag panchamo ne ada
chandan chanda aneka
eman pancha khanda samana
panchenan alayad thanan

Panchaman to jar eshiya motun
emanya hindustana
emanya hindustana
Hindaman munbai ek ilako
vaniyaonun dhama
ilake gurjar vadi
daru ochho zazi tadi

Gujaratamanya kachchhani pankhaman
avyo kathiyavada
avyo kathiyavada
Emanye vali ek khunaman
shetarunjan pahada
eman ek gam santanun
enun mare karavun ganun

Shetarunjan dungar dole
vachaman ganbhu gama
vachaman ganbhu gama
Kal bhagatani limadinun thunthun
angali chindhe tamama
moti moti vataman marun
nanun ganun lagashe kharun

Shetarunjinan nir vahyan jaya
ganbhani kor ghasaya
ganbhani kor ghasaya
Gamane padar ramaduvare
sanjan arati thaya
faliman limadi lume
linbolinan lumakhan zume

Ek dine same vat rahi gai
dharyun dhaninun thaya
dharyun dhaninun thaya
Maranaro ugaranaro badhun
e ja; kashun nav thaya
kahetan jibh talave chonte
vahe lohi dilaman dote

Sav hato din ujalo ne hato
dhom dhakhel bapora
dhom dhakhel bapora
Garami garami yogya hatun tanun
kandha jo maravo chora
bethun hatun ramaduvare
harijan ekakare

Nav hat beth bhavik vachche
bavaji vanche paṭha
bavaji vanche paṭha
Ek khunaman godadi nakhi
vali adab palanṭha
agyaram kalu bhabha
muchho jane run gabha

Kem thayun e to ramaji jane
chhutya v barebara
chhutya v barebara
Abhaman meghadanbar gajyo
varase mushaladhara
dho dho abh dholayun
nadi mahin ghodalun dhayun

Sanan sanan vij zabuke
kan fute kakadaṭa
kan kute kakadaṭa
Koinan unche chhaparan udatan
koinan udatan haṭa
malaman kag kalele
zinkazinka dalio khele

Kadad karatan thaya kadaka
vij zazume shira
vij zazume shira
Padi ke padashe marashun bapala
munzaya dharanadhira
agyareye ankad bhidya
evaman bavaji chidhya

Papine mathe vij zazume
em lokani vani gaya
lokani vani gaya
Agyarene marav karatan
sarun jo ekane khaya
bavajie saf sunavyun
koineye man n bhavyun

Sanbhalo sachanan ven sadhujana
suchavun ek upaya
suchavun ek upaya
Sami faliman dolati limadi
pancha e papani thaya
jai jai hath adado
papi shire vijano khado

Ek pachhi ek lok uthe ne
sarvan dhrujat paya
sarvan dhrujat paya
Adya ke n adya karine
chaṭake pachh dhaya
avine hash karanta
sahune sathe bath bhidanta

Nav janae hath adadya
jivya naven nava
jivya naven nava
Kalo bhagat to gharadun manasa
bavo ke jav n daun
limadie hath adadyo
bavoya pachho avyo

Kalun karo tam mukhadun kala
fat re bhagat nama
fat re bhagat nama
Papi tame nakki varo tamaro
nam jevan tam kama
sahu fiṭakar vahave
bhagatane man n ave

Dulat dhrujat bhagat uthya
phonchya e limadi pasa
phonchya e limadi pasa
Kadak karato thaya kadako
sahun addhar shvasa
bhagatan ram ramya shun
papi kerun parakhun to thyun

Sanan karati vijali avi
dashane lidh batha
dashane lidh batha
Kal thaine kolas kera
sahun pag ne hatha
jivyo kalo limadi kede
marya dash ramaji mede

Jav jadi koi pantha musafara
shetarunjine tira
shetarunjine tira
Ganbhane padar ramaduvare
thamajo bhai lagira
kadi ko balane jacho
batavashe thanak sacho

      -krushnalal shridharani

Source: Mavjibhai