કાળઝાળ સૂરજના તાપ
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં
માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય કીડીના જેટલાં
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?
મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં
પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયા
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયા રોયાં
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ અમે મરવાની વાત પર મ્હોયાં
ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં
(ગુજરાતી સાહિત્યનો અમર વારસો - અમર ગીતો, પૃષ્ઠ ૪૫)
काळझाळ सूरजना ताप
काळझाळ सूरजना ताप अमने दीधा
ने रुदियां दीधां छे साव मीणनां
माणसना आवडा आ मेळा ने तोय अहीं माणस तो एकलां ने एकलां
तळथी ते टोच लगी डुंगर छे आयखां ने वेग, हाय कीडीना जेटलां
कागळनी होडीथी करवानां पार धोम सूसवतां रण हवे केटलां ?
मुठ्ठी हाडकांनां पिंजरने दई दीधा
खालीपा जोजनवा खीणना
काळझाळ सूरजना ताप अमने दीधा
ने रुदियां दीधां छे साव मीणनां
पांदडुंक लीलपना पडछाये पडछाये एवुं लाग्युं के वंन खोया
झांझवानां वींझाता दरिये डूबीने पछी आंखोनां झळझळिया रोयां
जीवतर बीवतर तो बधुं ठीक मारा भाई अमे मरवानी वात पर म्होयां
चरणोने चालवानुं दीधुं सरियाम
अने रस्ताओ दई दीधा फीणना
काळझाळ सूरजना ताप अमने दीधा
ने रुदियां दीधां छे साव मीणनां
(गुजराती साहित्यनो अमर वारसो - अमर गीतो, पृष्ठ ४५)
Kalazal Surajana Tapa
Kalazal surajana tap amane didha
Ne rudiyan didhan chhe sav minanan
Manasana avada a mela ne toya ahin manas to ekalan ne ekalan
Talathi te toch lagi dungar chhe ayakhan ne vega, haya kidina jetalan
Kagalani hodithi karavanan par dhom susavatan ran have ketalan ?
Muththi hadakannan pinjarane dai didha
Khalipa jojanava khinana
Kalazal surajana tap amane didha
Ne rudiyan didhan chhe sav minanan
Pandadunka lilapana padachhaye padachhaye evun lagyun ke vanna khoya
Zanzavanan vinzata dariye dubine pachhi ankhonan zalazaliya royan
Jivatar bivatar to badhun thik mara bhai ame maravani vat par mhoyan
Charanone chalavanun didhun sariyama
Ane rastao dai didha finana
Kalazal surajana tap amane didha
Ne rudiyan didhan chhe sav minanan
(gujarati sahityano amar varaso - amar gito, prushth 45)
Kāḷazāḷ sūrajanā tāpa
Kāḷazāḷ sūrajanā tāp amane dīdhā
Ne rudiyān dīdhān chhe sāv mīṇanān
Māṇasanā āvaḍā ā meḷā ne toya ahīn māṇas to ekalān ne ekalān
Taḷathī te ṭoch lagī ḍungar chhe āyakhān ne vega, hāya kīḍīnā jeṭalān
Kāgaḷanī hoḍīthī karavānān pār dhom sūsavatān raṇ have keṭalān ?
Muṭhṭhī hāḍakānnān pinjarane daī dīdhā
Khālīpā jojanavā khīṇanā
Kāḷazāḷ sūrajanā tāp amane dīdhā
Ne rudiyān dīdhān chhe sāv mīṇanān
Pāndaḍunka līlapanā paḍachhāye paḍachhāye evun lāgyun ke vanna khoyā
Zānzavānān vīnzātā dariye ḍūbīne pachhī ānkhonān zaḷazaḷiyā royān
Jīvatar bīvatar to badhun ṭhīk mārā bhāī ame maravānī vāt par mhoyān
Charaṇone chālavānun dīdhun sariyāma
Ane rastāo daī dīdhā fīṇanā
Kāḷazāḷ sūrajanā tāp amane dīdhā
Ne rudiyān dīdhān chhe sāv mīṇanān
(gujarātī sāhityano amar vāraso - amar gīto, pṛuṣhṭh 45)
Source : ચંદ્રકાન્ત દત્તાણી