કાળજા કેરો કટકો મારા, હાથથી છૂટી ગ્યો,
મમતા રડે જેમ વેણુમાં, વીરડો ફૂટી ગ્યો;
કાળજા કેરો કટકો મારો…
ઠબતો નંઇ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો,
ડુંગર જેવો ઉંબર લાગ્યો, માંડ રે ઓળંગ્યો.
કાળજા કેરો કટકો મારો…
બાંધતી નંઇ અંબોડલો, ભલે હોય ઇ છુટી ગયો;
રાહુ થઇ ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગ્યો.
કાળજા કેરો કટકો મારો…
આંબલી-પીપળી ડાળ બોલાવે, એકવાર સામું જો
ધૂબકા દેતી જે ધરામાં, થયો આરો અણોહરો.
કાળજા કેરો કટકો મારો…
ડગલે-ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;
ધારથી હેઠી ઉતરી ધીરી, સૂરજ ડૂબી ગયો.
કાળજા કેરો કટકો મારો…
લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રહ્યો;
જાત ગઇ જાણે જાન લઇ, એનો સૂનો માંડવડો.
કાળજા કેરો કટકો મારો…
Kalja Kero Katko
Kāḷajā kero kaṭako mārā, hāthathī chhūṭī gyo,
Mamatā raḍe jem veṇumān, vīraḍo fūṭī gyo;
Kāḷajā kero kaṭako māro…
Ṭhabato nani jeno dharatī upara, pag āj thījī gyo,
Ḍungar jevo unbar lāgyo, mānḍa re oḷangyo. Kāḷajā kero kaṭako māro…
Bāndhatī nani anboḍalo, bhale hoya i chhuṭī gayo;
Rāhu thai ghūnghaṭaḍo mārā, chāndane gaḷī gyo.
Kāḷajā kero kaṭako māro…
Ānbalī-pīpaḷī ḍāḷ bolāve, ekavār sāmun jo
Dhūbakā detī je dharāmān, thayo āro aṇoharo. Kāḷajā kero kaṭako māro…
Ḍagale-ḍagale mārag ene, so so gāuno thyo;
Dhārathī heṭhī utarī dhīrī, sūraj ḍūbī gayo.
Kāḷajā kero kaṭako māro…
Lūnṭāi gyo māro lāḍ khajāno, ‘dāda’ hun joto rahyo;
Jāt gai jāṇe jān lai, eno sūno mānḍavaḍo.
Kāḷajā kero kaṭako māro…
Divya Publication. (2020). કિર્તન સાગર
Kalja Kero Katko Maro - Viday Song | Bhikhudan Gadhvi | Gujarati Lagna Geet | Maniraj Ni Ramzat. (2016, May 23). YouTube