કરવતથી વહેરેલાં
કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં
કાનસથી છોલેલાં
તોય અમે લાગણીનાં માણસ
બોમ બોમ બીડેલાં
પંખાળા સાંબેલાં
તોપ તોપ ઝીંકેલાં
આગ આગ આંબેલાં
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી
ઘાણીમાં પીલેલાં
તોય અમે લાવણીનાં માણસ
ખેતરનાં ડૂંડામાં
લાલ લાલ ગંજેરી
શ્યામ શ્યામ સોનેરી
ભડકે ભરખાયેલ છેઃ
દાણા દુણાયેલ છેઃ
ઊગવાના ઓરતામાં
વણસેલાં કણસેલાં –
તોય અમે વાવણીનાં માણસ
ભૂખરાં ને જાંબુડિયાં...
દૂધિયાં, પિરોજાં
દીઠા ને અણદીઠાં
દરિયાનાં મોજાં
માતેલાં મસ્તાનાં
ઘૂઘરિયા સોજાઃ
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે
તોયે અમે આવણી ને
જાવણીનાં માણસ
ચડતી ને ઊતરતી
ભાંજણીનાં માણસ
કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં
કાનસથી છોલેલાં
તોય અમે લાગણીનાં માણસ
-વેણીભાઈ પુરોહિત
Karavatathi Vaherelan
Karavatathi vaherelan
zeranithi zerelan
kanasathi chholelan
toya ame laganinan manasa
bom bom bidelan
pankhal sanbelan
top top zinkelan
ag ag anbelan
dhanadhan dhumadana
baher ghonghat tani
ghaniman pilelan
toya ame lavaninan manasa
khetaranan dundaman
lal lal ganjeri
shyam shyam soneri
bhadake bharakhayel chheah
dan dunayel chheah
ugavan orataman
vanaselan kanaselan –
toya ame vavaninan manasa
bhukharan ne janbudiyan...
dudhiyan, pirojan
dith ne anadithan
dariyanan mojan
matelan mastanan
ghughariya sojaah
kanthethi mazadhare
saragamane sathavare
toye ame avani ne
javaninan manasa
chadati ne utarati
bhanjaninan manasa
karavatathi vaherelan
zeranithi zerelan
kanasathi chholelan
toya ame laganinan manasa
-venibhai purohita
Source: Mavjibhai