ખોવાયાને ખોળવા પ્રભુ - Khovayane Kholava Prabhu - Gujarati Kavita

ખોવાયાને ખોળવા પ્રભુ

ખોવાયાને ખોળવા પ્રભુ
ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને
વાતો અધૂરી બોલવા પ્રભુ દ્યો વાચા અમને
ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને

સુખ કેરા સોણલાં સજ્યાં હતાં જે આંખમાં
એ સોણલાં સજીવન કરીને આપજો અમને
ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને

વાલમાનું વ્હાલ લઈને કાલ ક્યાં ખોવાઈ ગઈ
એ વ્હાલભીની કાલ આજે આપજો અમને
ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને

આજ મારી આંખડીનાં આંસુ પણ ખૂટ્યાં
પ્રેમલ વીણા પર સ્નેહસૂરનાં તાર સૌ તૂટ્યાં
એ તાર તૂટ્યાં સાંધીને સંભળાવજો અમને
ખોવાયાને ખોળવા


खोवायाने खोळवा प्रभु

खोवायाने खोळवा प्रभु
खोवायाने खोळवा प्रभु द्यो नयनो अमने
वातो अधूरी बोलवा प्रभु द्यो वाचा अमने
खोवायाने खोळवा प्रभु द्यो नयनो अमने

सुख केरा सोणलां सज्यां हतां जे आंखमां
ए सोणलां सजीवन करीने आपजो अमने
खोवायाने खोळवा प्रभु द्यो नयनो अमने

वालमानुं व्हाल लईने काल क्यां खोवाई गई
ए व्हालभीनी काल आजे आपजो अमने
खोवायाने खोळवा प्रभु द्यो नयनो अमने

आज मारी आंखडीनां आंसु पण खूट्यां
प्रेमल वीणा पर स्नेहसूरनां तार सौ तूट्यां
ए तार तूट्यां सांधीने संभळावजो अमने
खोवायाने खोळवा


Khovayane Kholava Prabhu

Khovayane kholava prabhu
Khovayane kholava prabhu dyo nayano amane
Vato adhuri bolava prabhu dyo vacha amane
Khovayane kholava prabhu dyo nayano amane

Sukh kera sonalan sajyan hatan je ankhaman
E sonalan sajivan karine apajo amane
Khovayane kholava prabhu dyo nayano amane

Valamanun vhal laine kal kyan khovai gai
E vhalabhini kal aje apajo amane
Khovayane kholava prabhu dyo nayano amane

Aj mari ankhadinan ansu pan khutyan
Premal vina par snehasuranan tar sau tutyan
E tar tutyan sandhine sanbhalavajo amane
Khovayane kholava


Khovāyāne khoḷavā prabhu

Khovāyāne khoḷavā prabhu
Khovāyāne khoḷavā prabhu dyo nayano amane
Vāto adhūrī bolavā prabhu dyo vāchā amane
Khovāyāne khoḷavā prabhu dyo nayano amane

Sukh kerā soṇalān sajyān hatān je ānkhamān
E soṇalān sajīvan karīne āpajo amane
Khovāyāne khoḷavā prabhu dyo nayano amane

Vālamānun vhāl laīne kāl kyān khovāī gaī
E vhālabhīnī kāl āje āpajo amane
Khovāyāne khoḷavā prabhu dyo nayano amane

Āj mārī ānkhaḍīnān ānsu paṇ khūṭyān
Premal vīṇā par snehasūranān tār sau tūṭyān
E tār tūṭyān sāndhīne sanbhaḷāvajo amane
Khovāyāne khoḷavā


Source : સ્વર: ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ગુણસુંદરી (૧૯૪૮)


ફિલ્મ ગુણસુંદરી ગુજરાતી અને
હિન્દી બન્ને ભાષામાં બનાવાઈ હતી.
ક્લીક કરો અને સાંભળો
આ ગુજરાતી ગીતનું ગીતા રોયના જ
સ્વરમાં ગવાયેલું હિન્દી રૂપાંતરઃ