કુંજલડી રે સંદેશો અમારો
જઈ વાલમને કેજો જી રે!
માણસ હોય તો મુખોમુખ બોલે
લખો અમારી પાંખલડી રે …કુંજલડી રે
સામા કાંઠાનાં અમે પંખીડાં
ઊડી ઊડી આ કાંઠે આવ્યાં જી રે.. કુંજલડી રે
કુંજલડીને વા’લો મીઠો મેરામણ
મોરને વા’લું ચોમાસુ જી રે …કુંજલડી રે
રામ લખમણને સીતાજી વા’લાં
ગોપીઉને વા’લો કાનુડો જી રે …કુંજલડી રે
પ્રીતિકાંઠાનાં અમે રે પંખીડાં
પ્રીતમસાગર વિના સૂનાં જી રે…કુંજલડી રે
હાથ પરમાણે ચૂડલો રે લાવજો
ગુજરીમાં રતન જડાવજો જી રે.. કુંજલડી રે
ડોક પરમાણે ઝરમર લાવજો
તુળસીએ મોતીડાં બંધાવજો જી રે…કુંજલડી રે
પગ પરમાણે કડલાં લાવજો
કબીઉમાં ઘૂપરા બંધાવજો રે…કુંજલડી રે
Kunjaladi Re Sandesho Amaro
Kunjaladi re sandesho amaro
Jai valamane kejo ji re!
Manas hoya to mukhomukh bole
Lakho amari pankhaladi re …kunjaladi re
Sam kanthanan ame pankhidan
Udi udi a kanthe avyan ji re.. Kunjaladi re
Kunjaladine va’lo mitho meramana
Morane va’lun chomasu ji re …kunjaladi re
Ram lakhamanane sitaji va’lan
Gopiune va’lo kanudo ji re …kunjaladi re
Pritikanthanan ame re pankhidan
Pritamasagar vin sunan ji re…kunjaladi re
Hath paramane chudalo re lavajo
Gujariman ratan jadavajo ji re.. Kunjaladi re
Dok paramane zaramar lavajo
Tulasie motidan bandhavajo ji re…kunjaladi re
Pag paramane kadalan lavajo
Kabiuman ghupar bandhavajo re…kunjaladi re