કુર્યાત્ સદા મંગલમ્ - Kuryat Sada Mangalam - Gujarati Kavita

કુર્યાત્ સદા મંગલમ્

(૧) ઊંચા ઊંચા રે દાદા

ઊંચા ઊંચા રે દાદા ગઢ તે ચણાવજો ગઢથી ઊંચેરા ગઢના કાંગરા

કાંગરે ચડીને બેની રૂપાબેન જોશે કેટલેક આવે વરરાજિયા
પાંચસે પાળા રે દાદા છસે છડિયારા ઘોડાની ઘૂમરે વરરાજિયા

શા શા સામૈયા દાદા વરના જાનૈયા શા શા સામૈયા વરરાજિયા
ઢોલ શરણાયું બેની વરના જાનૈયા નગારાની જોડ વરરાજિયા

શા શા ઉતારા દાદા વરના જાનૈયા શા શા ઉતારા વરરાજિયા
ઓરડાં ઓસરીએ બેની વરના જાનૈયા મેડીના મોલે વરરાજિયા

શા શા નાવણ દાદા વરના જાનૈયા શા શા નાવણ વરરાજિયા
કૂવા વાવડિયે બેની વરના જાનૈયા નદીયુંના નીરે વરરાજિયા

શા શા ભોજન દાદા વરના જાનૈયા શા શા ભોજન વરરાજિયા
ભોજન લાપસી વરના જાનૈયા બત્રીસ ભોજન વરરાજિયા

શા શા મુખવાસ દાદા વરના જાનૈયા શા શા મુખવાસ વરરાજિયા
લવિંગ સોપારી બેની વરના જાનૈયા પાનનાં બીડલાં વરરાજિયા

ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવજો ગઢથી ઊંચેરા ગઢના કાંગરા
કાંગરે ચડીને બેની રૂપાબેને જોયું આવતાં રે દીઠાં રે વરરાજિયા

ઊંચા ઊંચા રે દાદા ગઢ તે ચણાવજો ગઢથી ઊંચેરા ગઢના કાંગરા


कुर्यात् सदा मंगलम्

(१) ऊंचा ऊंचा रे दादा

ऊंचा ऊंचा रे दादा गढ ते चणावजो गढथी ऊंचेरा गढना कांगरा

कांगरे चडीने बेनी रूपाबेन जोशे केटलेक आवे वरराजिया
पांचसे पाळा रे दादा छसे छडियारा घोडानी घूमरे वरराजिया

शा शा सामैया दादा वरना जानैया शा शा सामैया वरराजिया
ढोल शरणायुं बेनी वरना जानैया नगारानी जोड वरराजिया

शा शा उतारा दादा वरना जानैया शा शा उतारा वरराजिया
ओरडां ओसरीए बेनी वरना जानैया मेडीना मोले वरराजिया

शा शा नावण दादा वरना जानैया शा शा नावण वरराजिया
कूवा वावडिये बेनी वरना जानैया नदीयुंना नीरे वरराजिया

शा शा भोजन दादा वरना जानैया शा शा भोजन वरराजिया
भोजन लापसी वरना जानैया बत्रीस भोजन वरराजिया

शा शा मुखवास दादा वरना जानैया शा शा मुखवास वरराजिया
लविंग सोपारी बेनी वरना जानैया पाननां बीडलां वरराजिया

ऊंचा ऊंचा रे दादा गढ रे चणावजो गढथी ऊंचेरा गढना कांगरा
कांगरे चडीने बेनी रूपाबेने जोयुं आवतां रे दीठां रे वरराजिया

ऊंचा ऊंचा रे दादा गढ ते चणावजो गढथी ऊंचेरा गढना कांगरा


Kuryat Sada Mangalam

(1) uncha uncha re dada

Uncha uncha re dada gadh te chanavajo gadhathi unchera gadhana kangara

Kangare chadine beni rupaben joshe ketalek ave vararajiya
Panchase pala re dada chhase chhadiyara ghodani ghumare vararajiya

Sha sha samaiya dada varana janaiya sha sha samaiya vararajiya
Dhol sharanayun beni varana janaiya nagarani jod vararajiya

Sha sha utara dada varana janaiya sha sha utara vararajiya
Oradan osarie beni varana janaiya medina mole vararajiya

Sha sha navan dada varana janaiya sha sha navan vararajiya
Kuva vavadiye beni varana janaiya nadiyunna nire vararajiya

Sha sha bhojan dada varana janaiya sha sha bhojan vararajiya
Bhojan lapasi varana janaiya batris bhojan vararajiya

Sha sha mukhavas dada varana janaiya sha sha mukhavas vararajiya
Lavinga sopari beni varana janaiya pananan bidalan vararajiya

Uncha uncha re dada gadh re chanavajo gadhathi unchera gadhana kangara
Kangare chadine beni rupabene joyun avatan re dithan re vararajiya

Uncha uncha re dada gadh te chanavajo gadhathi unchera gadhana kangara


Kuryāt sadā mangalam

(1) ūnchā ūnchā re dādā

Ūnchā ūnchā re dādā gaḍh te chaṇāvajo gaḍhathī ūncherā gaḍhanā kāngarā

Kāngare chaḍīne benī rūpāben joshe keṭalek āve vararājiyā
Pānchase pāḷā re dādā chhase chhaḍiyārā ghoḍānī ghūmare vararājiyā

Shā shā sāmaiyā dādā varanā jānaiyā shā shā sāmaiyā vararājiyā
Ḍhol sharaṇāyun benī varanā jānaiyā nagārānī joḍ vararājiyā

Shā shā utārā dādā varanā jānaiyā shā shā utārā vararājiyā
Oraḍān osarīe benī varanā jānaiyā meḍīnā mole vararājiyā

Shā shā nāvaṇ dādā varanā jānaiyā shā shā nāvaṇ vararājiyā
Kūvā vāvaḍiye benī varanā jānaiyā nadīyunnā nīre vararājiyā

Shā shā bhojan dādā varanā jānaiyā shā shā bhojan vararājiyā
Bhojan lāpasī varanā jānaiyā batrīs bhojan vararājiyā

Shā shā mukhavās dādā varanā jānaiyā shā shā mukhavās vararājiyā
Lavinga sopārī benī varanā jānaiyā pānanān bīḍalān vararājiyā

Ūnchā ūnchā re dādā gaḍh re chaṇāvajo gaḍhathī ūncherā gaḍhanā kāngarā
Kāngare chaḍīne benī rūpābene joyun āvatān re dīṭhān re vararājiyā

Ūnchā ūnchā re dādā gaḍh te chaṇāvajo gaḍhathī ūncherā gaḍhanā kāngarā

(૨) વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં

વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

ઢાળ્યાં ઢાળ્યાં રે રૂપલાં બાજોઠ હો જિયાવરને પોંખવા
વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

બેની અમારી ચારુ ચાંદની ને રાયવર સોહે પૂનમનો ચંદ રે
જોડી શોભે રે સીતા રામની છાયો છાયો રે મંગલ આનંદ રે

ગાઓ ગાઓ રે મંગલ ગીત રે વર કન્યા બેઠાં માંડવે
વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

શરણાઈ સૂર ગાજતા ને ચોઘડિયાં વાજતા જી
વરતાતો મંગલ અણસાર રે લાખેણો લહાવો લેતાં
જાનૈયા મ્હાલતાં ને લાડી વર જમતા કંસાર રે

દેતા દાદાજી અંતરથી આશિષ સદા સુહાગણ રહેજો દીકરી
વાગ્યાં વાગ્યાં ચોઘડિયાં આવી જાન રે જિયાવર આવ્યો માંડવે

(૩) કુર્યાત્ સદા મંગલમ્

કન્યા છે કુલદીપિકા ગુણવતી વિદ્યાવતી શ્રીમતી
પહેરીને પરિધાન મંગલ રૂડાં આનંદ પામે અતિ

કંઠે મંગળસૂત્ર સુંદર દિસે મુક્તાફલો ઉજ્જ્વલ
પામો એ પ્રિય કન્યકા સુખ ઘણું કુર્યાત્ સદા મંગલમ્

કુર્યાત્ સદા મંગલમ્
કુર્યાત્ સદા મંગલમ્

અને છેલ્લે જરૂર સાંભળો
લગ્નપ્રસંગ માટે અનિવાર્ય એવી શહેનાઈ વાદનની
વિખ્યાત ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ