લાલ મોટર આવી
(નવવધુને રાજી રાખવાની કોશીશ)
લાલ મોટર આવી
ગુલાબી ગજરો લાવી
મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
દશરથ જેવા સસરા
તમને નહિ દે કાઢવા કચરા
મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
કૌશલ્યા જેવા સાસુ
તમને નહિ પડાવે આંસુ
મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
રામચંદ્ર જેવા જેઠ
તમને નહિ કરવા દે વેઠ
મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
લક્ષ્મણ જેવા દિયર
તમને નહિ જવાદે પિયર
મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
સુભદ્રા જેવી નણદી
તમને કામ કરાવશે જલદી
મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
Lāl Moṭar Avī
(navavadhune rājī rākhavānī koshīsha)
Lāl moṭar āvī
Gulābī gajaro lāvī
Mārā benī, sāsariye līlā laher chhe!
Dasharath jevā sasarā
Tamane nahi de kāḍhavā kacharā
Mārā benī, sāsariye līlā laher chhe!
Kaushalyā jevā sāsu
Tamane nahi paḍāve ānsu
Mārā benī, sāsariye līlā laher chhe!
Rāmachandra jevā jeṭha
Tamane nahi karavā de veṭha
Mārā benī, sāsariye līlā laher chhe!
Lakṣhmaṇ jevā diyara
Tamane nahi javāde piyara
Mārā benī, sāsariye līlā laher chhe!
Subhadrā jevī naṇadī
Tamane kām karāvashe jaladī
Mārā benī, sāsariye līlā laher chhe!
Source: Mavjibhai