नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्! - lyrics

नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!

‘न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्।’

મનુષ્યથી ના અદકું કંઈ જ.
મનષ્યમાંયે શિર જેનું ઊર્ધ્વ,
મૂર્ધન્ય તે.

છે જોયું કો મસ્તક ઊર્ધ્વ? નામતું-
પ્રણામતું સર્વ ચરાચરોને
તે સંચરે; પ્રેમજળે પખાળતું
કો મૂઢ સત્તાજડ દંડધારકે
ઉદ્દંડ વા ધર્મ-તજ્યા અરાજકે
કરેલા ઘા સમાજ દેહે;
સ્નેહાર્દ્ર દૃષ્ટે દુરિતો શમાવતું.

પદે પદે અંતર પ્રાર્થતું રહે:
વસુંધરા, હું વસુ એક યાચું –
દે ક્ષાન્તિ તારી, શમમાં હું રાચું.
હે પર્વતો, હે નભ, હે મહાવનો,
નદી-નદો, હે રણ, હે મહાર્ણવ,
નમું તમોને! પશુ-પંખી-ઉદ્‌ભિદ!
નમું! ન જાણું તમને હું તેવો,
મનુષ્યને કૈંક હું જાણું જેવો.
મનુષ્ય મેં તેથી જ કૈંક સેવ્યો.
આવી ચડે જો પ્રભુ! તું કદીક,
તો આવજે તું થઈને મનુષ્ય. –

મનુષ્યતાને નવ આંચ આવે
કહીંયથી, વત્સલ એમ વર્તતા,
ને વાસના કે ભય ના નમાવી
શકે જ જેને,
नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!

-ઉમાશંકર જોશી


नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!

‘न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्।’

Manushyathi n adakun kani ja. Manashyamanye shir jenun urdhva,
Murdhanya te.

Chhe joyun ko mastak urdhva? namatun-
Pranamatun sarva characharone
Te sanchare; premajale pakhalatun
Ko mudh sattajad dandadharake
Uddanda v dharma-tajya arajake
Karel gha samaj dehe;
Snehardra drushte durito shamavatun.

Pade pade antar prarthatun rahe:
Vasundhara, hun vasu ek yachun –
De kshanti tari, shamaman hun rachun. He parvato, he nabha, he mahavano,
Nadi-nado, he rana, he maharnava,
Namun tamone! pashu-pankhi-udbhida! Namun! n janun tamane hun tevo,
Manushyane kainka hun janun jevo. Manushya men tethi j kainka sevyo. Avi chade jo prabhu! tun kadika,
To avaje tun thaine manushya. –

Manushyatane nav ancha ave
Kahinyathi, vatsal em vartata,
Ne vasan ke bhaya n namavi
Shake j jene,
नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!

-Umashankar Joshi