મહેમાનો ઓ વ્હાલાં Mahemano O Vhalan - Lyrics

મહેમાનો ઓ વ્હાલાં

મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો

      કરજો  માફ  હજારો  પામર  પાપ  જે
      દિનચર્યામાં પ્રભુ  પાસે  પણ  થાય જો

      મહેમાનો  ઓ  વ્હાલાં   પુનઃ પધારજો
      ઉન્નત   ગિરિશૃંગોનાં   વસનારા   તમે

      ઉતર્યાં  રંક ઘરે  શો  પુણ્ય પ્રભાવ જો
      શુશ્રૂષા  સારી   ના   અમને  આવડી

      લેશ ન લીધો લલિત  ઉરોનો લ્હાવ જો
      મહેમાનો  ઓ  વ્હાલાં   પુનઃ પધારજો

  -મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

Mahemano O Vhalan

Mahemano o vhalan punah padharajo
tam charane am sadan sadaiv suhaya jo

      karajo  maf  hajaro  pamar  pap  je
      dinacharyaman prabhu  pase  pan  thaya jo

      mahemano  o  vhalan   punah padharajo
      unnat   girishrungonan   vasanar   tame

      utaryan  ranka ghare  sho  punya prabhav jo
      shushrush  sari   n   amane  avadi

      lesh n lidho lalit  urono lhav jo
      mahemano  o  vhalan   punah padharajo

  -manishankar ratnaji bhatṭa - kanta

Source: Mavjibhai