મૈત્રીભાવનું પવિત્ર ઝરણું - Maitribhavanun Pavitra Zaranun - Lyrics

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે…

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે…

દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે…

માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત ઘરું…

ચિત્રભાનું ની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે,
વેરઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાયે…


Maitribhavanun Pavitra Zaranun

Maitribhavanun pavitra zaranun, muj haiyaman vahya kare,
Shubh thao a sakal vishvanun, evi bhavan nitya rahe…

Gunathi bharel gunijan dekhi, haiyun marun nrutya kare
E santon charanakamalaman, muj jivananun ardhya rahe…

Dina, krur ne dharmavihona, dekhi dilaman darda rahe,
Karunabhini ankhomanthi, ashruno shubh strot vahe…

Marga bhulel jivanapathikane, marga chindhav ubho rahun,
Kare upeksha e maragani, toye samat chit gharun…

Chitrabhanun ni dharma bhavana, haiye sahu manav lave,
Verazeran pap tyajine, mangal gito e gaye…