મામાનું ઘર કેટલે - Mama Nu Ghar Ketle - Gujarati Rhymes Lyrics

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો

તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં
ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ

મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ

મામે સામું જોયું મારું મનડું મોહ્યું
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.


Māmānun ghar keṭale dīvo baḷe eṭale
Dīvo men to dīṭho māmo lāge mīṭho

Tāḷī vagāḍe chhokarān māmā lāve ṭoparān
Ṭoparān to bhāve nahi māmā khārek lāve nahi

Māmī mārī bhoḷī mīṭhāī lāve moḷī
Moḷī mīṭhāī bhāve nahi ramakaḍān to lāve nahi

Māme sāmun joyun mārun manaḍun mohyun
Māmānun ghar keṭale dīvo baḷe eṭale