મનજી મુસાફર રે - Manaji Musafar Re - Lyrics

મનજી મુસાફર રે

મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!
મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઈ છે ઘણી!

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ!
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ
સમજીને ચાલો સીધા રે! ના જાશો ડાબા કે જમણી
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર
માટે વળાવિયા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર
મળ્યો છે એક ભેદુ રે! બતાવી ગતિ સહુ તે તણી
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!

માલ વ્હોરો તો શેઠના નામનો થાય ન કહીં અટકાવ
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ
એટલા સારું રે! ના થાવું વહોતરના ધણી
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!

જોજો, જગત થકી જાવું છે, કરજો સંભાળીને કામ
દાસ દયાને એમ ગમે છે હાંવા જઈએ પોતાને ધામ
સૂઝે છે હાંવા એવું રે! અવધ થઈ છે આપણી
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!

  • દયારામ

Manaji Musafar Re

Manaji! musafar re! chalo nij desh bhani! Mulak ghan joya re! musafari thai chhe ghani!

Svapur javano pantha avyo chhe, rakhe bhulat bhai! Farine marag malavo chhe nahin, evi to chhe avalai
Samajine chalo sidh re! N jasho dab ke jamani
Manaji! musafar re! chalo nij desh bhani!

Vachche fansia vat maravane beth chhe be chara
Mate valaviya rakho betranek tyare teno nahin bhara
Malyo chhe ek bhedu re! batavi gati sahu te tani
Manaji! musafar re! chalo nij desh bhani!

Mal vhoro to sheṭhan namano thaya n kahin aṭakava
Apano karatan jokham ave ne fave danino dava
Eṭal sarun re! n thavun vahotaran dhani
Manaji! musafar re! chalo nij desh bhani!

Jojo, jagat thaki javun chhe, karajo sanbhaline kama
Das dayane em game chhe hanva jaie potane dhama
Suze chhe hanva evun re! Avadh thai chhe apani
Manaji! musafar re! chalo nij desh bhani!

  • dayarama

Source: Mavjibhai