મને મારું ગોકુળ યાદ બહુ આવે - Mane Maru Gokul Yad Bahu Ave - Gujarati & English LYrics

મને મારું ગોકુળ યાદ બહુ આવે
મથુરા નગરીમાં મને જરિયય ન ફાવે

મને મારા નંદબાવા યાદ બહુ આવે
ખોળામાં બેસાડી મને લાડ લડાવે
મને મારું ગોકુળ…

મને મારાં જશોદા મા યાદ બહુ આવે
ખોળામાં બેસાડી મને દૂધડિયાં પીવડાવે
મને મારું ગોકુળ…
મને મારી સુભદ્રાબેન યાદ બહુ આવે
વારી વારી વારી મારાં ઓવારણાં લઈ જાવે
મને મારું ગોકુળ…

મને મારી ગોપિયું યાદ બહુ આવે
વનરાવનમાં લઈ જઈ મને રાસ રમાડે
મને મારું ગોકુળ…

Mane Maru Gokul Yad Bahu Ave

Mane marun gokul yad bahu ave
Mathur nagariman mane jariyaya n fave

Mane mar nandabav yad bahu ave
Kholaman besadi mane lad ladave
Mane marun gokula…

Mane maran jashod m yad bahu ave
Kholaman besadi mane dudhadiyan pivadave
Mane marun gokula…
Mane mari subhadraben yad bahu ave
Vari vari vari maran ovaranan lai jave
Mane marun gokula…

Mane mari gopiyun yad bahu ave
Vanaravanaman lai jai mane ras ramade
Mane marun gokula…