મારા મનડા કેરા મોર - Mara Manada Kera Mora - Gujarati

મારા મનડા કેરા મોર

મારા મનડા કેરા
ઓ મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર
જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત

કરજે તું હવે કલશોર, વીતી રાતડી યે ઘોર
જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત

કુંજે કુંજે જોને થાતાં કોયલના ટહુકાર
કુંજે કુંજે જોને થાતાં કોયલના ટહુકાર

અંગે અંગે જો ને ચમક્યા જોબનના શણગાર
અંગે અંગે જો ને ચમક્યા જોબનના શણગાર

લઈને જીવન કેરો દોર થોડો થાજે મસ્તીખોર
જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત

મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર

મારી શોભા થઈને મારું જીવન તું શોભાવ
મારા દિલની દેવી થઈને જીવન દીપ દીપાવ

મારી શોભા થઈને મારું જીવન તું શોભાવ
મારા દિલની દેવી થઈને જીવન દીપ દીપાવ

કાલું ઘેલું તું ના બોલ, તારી આંખો થોડી ખોલ
સપનું ગયું
એ તો સપનું ગયું ને આ તો ઊગ્યું પ્રભાત

મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર
જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત

હું ને તું, તું ને હું, હું ને તું, તું ને હું
બોલી મીઠા મીઠા બોલ, ઝુલશું જીવનને હીંડોળ
સપનું ગયું
એ તો સપનું ગયું ને આ તો ઊગ્યું પ્રભાત

મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર
જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત

मारा मनडा केरा मोर

मारा मनडा केरा
ओ मारा मनडा केरा मोर, मारा दिलडा केरा चोर
जागीने जो, जरा जागीने जो, आ तो ऊग्युं प्रभात

करजे तुं हवे कलशोर, वीती रातडी ये घोर
जागीने जो, जरा जागीने जो, आ तो ऊग्युं प्रभात

कुंजे कुंजे जोने थातां कोयलना टहुकार
कुंजे कुंजे जोने थातां कोयलना टहुकार

अंगे अंगे जो ने चमक्या जोबनना शणगार
अंगे अंगे जो ने चमक्या जोबनना शणगार

लईने जीवन केरो दोर थोडो थाजे मस्तीखोर
जागीने जो, जरा जागीने जो, आ तो ऊग्युं प्रभात

मारा मनडा केरा मोर, मारा दिलडा केरा चोर

मारी शोभा थईने मारुं जीवन तुं शोभाव
मारा दिलनी देवी थईने जीवन दीप दीपाव

मारी शोभा थईने मारुं जीवन तुं शोभाव
मारा दिलनी देवी थईने जीवन दीप दीपाव

कालुं घेलुं तुं ना बोल, तारी आंखो थोडी खोल
सपनुं गयुं
ए तो सपनुं गयुं ने आ तो ऊग्युं प्रभात

मारा मनडा केरा मोर, मारा दिलडा केरा चोर
जागीने जो, जरा जागीने जो, आ तो ऊग्युं प्रभात

हुं ने तुं, तुं ने हुं, हुं ने तुं, तुं ने हुं
बोली मीठा मीठा बोल, झुलशुं जीवनने हींडोळ
सपनुं गयुं
ए तो सपनुं गयुं ने आ तो ऊग्युं प्रभात

मारा मनडा केरा मोर, मारा दिलडा केरा चोर
जागीने जो, जरा जागीने जो, आ तो ऊग्युं प्रभात

Mara Manada Kera Mora

Mara manada kera
O mara manada kera mora, mara dilada kera chora
Jagine jo, jara jagine jo, a to ugyun prabhata

Karaje tun have kalashora, viti ratadi ye ghora
Jagine jo, jara jagine jo, a to ugyun prabhata

Kunje kunje jone thatan koyalana tahukara

Ange ange jo ne chamakya jobanana shanagara

Laine jivan kero dor thodo thaje mastikhora
Jagine jo, jara jagine jo, a to ugyun prabhata

Mara manada kera mora, mara dilada kera chora

Mari shobha thaine marun jivan tun shobhava
Mara dilani devi thaine jivan dip dipava

Kalun ghelun tun na bola, tari ankho thodi khola
Sapanun gayun
E to sapanun gayun ne a to ugyun prabhata

Mara manada kera mora, mara dilada kera chora
Jagine jo, jara jagine jo, a to ugyun prabhata

Hun ne tun, tun ne hun, hun ne tun, tun ne hun
Boli mitha mitha bola, zulashun jivanane hindola
Sapanun gayun
E to sapanun gayun ne a to ugyun prabhata

Mara manada kera mora, mara dilada kera chora
Jagine jo, jara jagine jo, a to ugyun prabhata

Mārā manaḍā kerā mora

Mārā manaḍā kerā
O mārā manaḍā kerā mora, mārā dilaḍā kerā chora
Jāgīne jo, jarā jāgīne jo, ā to ūgyun prabhāta

Karaje tun have kalashora, vītī rātaḍī ye ghora
Jāgīne jo, jarā jāgīne jo, ā to ūgyun prabhāta

Kunje kunje jone thātān koyalanā ṭahukāra

Ange ange jo ne chamakyā jobananā shaṇagāra

Laīne jīvan kero dor thoḍo thāje mastīkhora
Jāgīne jo, jarā jāgīne jo, ā to ūgyun prabhāta

Mārā manaḍā kerā mora, mārā dilaḍā kerā chora

Mārī shobhā thaīne mārun jīvan tun shobhāva
Mārā dilanī devī thaīne jīvan dīp dīpāva

Kālun ghelun tun nā bola, tārī ānkho thoḍī khola
Sapanun gayun
E to sapanun gayun ne ā to ūgyun prabhāta

Mārā manaḍā kerā mora, mārā dilaḍā kerā chora
Jāgīne jo, jarā jāgīne jo, ā to ūgyun prabhāta

Hun ne tun, tun ne hun, hun ne tun, tun ne hun
Bolī mīṭhā mīṭhā bola, zulashun jīvanane hīnḍoḷa
Sapanun gayun
E to sapanun gayun ne ā to ūgyun prabhāta

Mārā manaḍā kerā mora, mārā dilaḍā kerā chora
Jāgīne jo, jarā jāgīne jo, ā to ūgyun prabhāta

Source : સ્વરઃ ગીતા રોય અને એ.આર. ઓઝા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મંગળફેરા (૧૯૪૯)