મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી.
રાણાજીએ કરી વળી મીરાં કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યા રે, હે વ્હાલો ઝેરના ઝારણહાર,
કે વ્હાલો ઝેરના ઝાર ઝારણહાર રે, શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી,
સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધર્યું નૃસિંહરુપ
પ્રહ્લાદ ઉગાર્યો રે હે વ્હાલે, માર્યો હિરણ્યકંસ ભૂપ.
કે વ્હાલે માર્યો હિરણ્ય કંસ ભૂપ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયા ને હાથ રે, શામળા ગિરધારી.
રહેવા નથી કાંઇ ઝુંપડું, વળી જમવા નથી જુવાર
બેટા બેટી વળાવિયાં રે, હે મેં તો વળાવી ઘર કેરી નાર
કે મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝ પખવાજ.
કે મારે દોલતમાં ઝાંઝ પખવાજ રે, શામળા ગિરધારી
લોક કરે ઠેકડી રે, નથી શામળશા શેઠ એવું નામ રે,
મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી.
Mari Hundi Svikaro Maharaj Re
Mārī hūnḍī svīkāro mahārāj re shāmaḷā giradhārī,
Mārī hūnḍī shāmaḷiyāne hāth re, shāmaḷā giradhārī.
Rāṇājīe karī vaḷī mīrān kere kāj
Zeranā pyālā mokalyā re, he vhālo zeranā zāraṇahāra,
ke vhālo zeranā zār zāraṇahār re, shāmaḷā giradhārī,
Mārī hūnḍī shāmaḷiyāne hāth re, shāmaḷā giradhārī,
Stanbha thakī prabhu pragaṭiyā, vaḷī dharyun nṛusinharup
Prahlād ugāryo re he vhāle, māryo hiraṇyakansa bhūpa.
Ke vhāle māryo hiraṇya kansa bhūp re, shāmaḷā giradhārī
Mārī hūnḍī shāmaḷīyā ne hāth re, shāmaḷā giradhārī.
Rahevā nathī kāni zunpaḍun, vaḷī jamavā nathī juvār
Beṭā beṭī vaḷāviyān re, he men to vaḷāvī ghar kerī nār
Ke men to vaḷāvī ghar kerī nār re, shāmaḷā giradhārī
Garath mārun gopīchandana, vaḷī tulasī hemano hār
Sāchun nāṇun māro shāmaḷo re, māre dolatamān zānza pakhavāja.
Ke māre dolatamān zānza pakhavāj re, shāmaḷā giradhārī
Lok kare ṭhekaḍī re, nathī shāmaḷashā sheṭh evun nām re,
Mārī hunḍī shāmaḷiyāne hāth re, shāmaḷā giradhārī
Mārī hūnḍī svīkāro mahārāj re, shāmaḷā giradhārī.
Divya Publication. (2020). કિર્તન સાગર
Mari Hundi Swikaro Maharaj | Narshih maheta bhajans | Praful Dave I Pamela Jain |. (2019, December 23). YouTube