માત-પિતા છે મહાન
જગતમાં માત-પિતા છે મહાન, માત-પિતા છે મહાન
પહેલા આવે માત-પિતા ને પછી આવે ભગવાન
આપ્યું, આપ્યું, કદી ન માપ્યું, માગ્યું કદી ન માન
જોડ જડે નહિ જગમાં એની કરીએ સૌ સન્માન
આજ આપણે મોટા થયા ને કર્યા કંઈ મોટા કામ
જનમ દીધો છે એમણે ત્યારે પામ્યા જગમાં નામ
આપણા ઘરમાં કેમ ન હો જેના હૈયે આપણું સ્થાન?
જગદીશ્વરને જોયા નથી, પણ આવે એક વિચાર
જેણે સર્જ્યા માત-પિતા એ વંદનના હક્કદાર
માત-પિતાની કરીએ આરતી, અવસર છે અણમૂલ
માતપિતાથી કોઈ ન મોટું, માફ કરજે ભગવાન!
मात-पिता छे महान
जगतमां मात-पिता छे महान, मात-पिता छे महान
पहेला आवे मात-पिता ने पछी आवे भगवान
आप्युं, आप्युं, कदी न माप्युं, माग्युं कदी न मान
जोड जडे नहि जगमां एनी करीए सौ सन्मान
आज आपणे मोटा थया ने कर्या कंई मोटा काम
जनम दीधो छे एमणे त्यारे पाम्या जगमां नाम
आपणा घरमां केम न हो जेना हैये आपणुं स्थान?
जगदीश्वरने जोया नथी, पण आवे एक विचार
जेणे सर्ज्या मात-पिता ए वंदनना हक्कदार
मात-पितानी करीए आरती, अवसर छे अणमूल
मातपिताथी कोई न मोटुं, माफ करजे भगवान!
Mata-pita Chhe Mahana
Jagataman mata-pita chhe mahana, mata-pita chhe mahana
Pahela ave mata-pita ne pachhi ave bhagavana
Apyun, apyun, kadi n mapyun, magyun kadi n mana
Jod jade nahi jagaman eni karie sau sanmana
Aj apane mota thaya ne karya kani mota kama
Janam didho chhe emane tyare pamya jagaman nama
Apana gharaman kem n ho jena haiye apanun sthana?
Jagadishvarane joya nathi, pan ave ek vichara
Jene sarjya mata-pita e vandanana hakkadara
Mata-pitani karie arati, avasar chhe anamula
Matapitathi koi n motun, maf karaje bhagavana!
Māta-pitā chhe mahāna
Jagatamān māta-pitā chhe mahāna, māta-pitā chhe mahāna
Pahelā āve māta-pitā ne pachhī āve bhagavāna
Āpyun, āpyun, kadī n māpyun, māgyun kadī n māna
Joḍ jaḍe nahi jagamān enī karīe sau sanmāna
Āj āpaṇe moṭā thayā ne karyā kanī moṭā kāma
Janam dīdho chhe emaṇe tyāre pāmyā jagamān nāma
Āpaṇā gharamān kem n ho jenā haiye āpaṇun sthāna?
Jagadīshvarane joyā nathī, paṇ āve ek vichāra
Jeṇe sarjyā māta-pitā e vandananā hakkadāra
Māta-pitānī karīe āratī, avasar chhe aṇamūla
Mātapitāthī koī n moṭun, māf karaje bhagavāna!
Source : તુષાર શુક્લ