મેં તો સૂરજને રોપ્યો છે - Men To Surajane Ropyo Chhe - Gujarati

મેં તો સૂરજને રોપ્યો છે

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે
મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે
મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ

હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો
એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ

કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરના ઉંબરે
મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે
મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે
મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ


में तो सूरजने रोप्यो छे

में तो सूरजने रोप्यो छे आंगणे
मारा फळियानी कांकरीयुं झळहळे रे लोल
में तो चांदाने मूक्यो छे पांपणे
मारा सपनाना दरियाओ खळभळे रे लोल

हुं तो कंकुना थापामां खोवाती जाउं
बधी ममताळी आंख्युथी जोवाती जाउं
मारी महेंदीनो गहेके छे मोरलो
एने साजणनी आंगळीयुं सांभरे रे लोल

कोई आवीने ओरताने ओरी गयुं,
मारी ढींगलीनी नींदरने चोरी गयुं,
हुं तो ऊभी छुं उमरना उंबरे
मारा अंतरमां घूघरीयुं रणझणे रे लोल

में तो सूरजने रोप्यो छे आंगणे
मारा फळियानी कांकरीयुं झळहळे रे लोल
में तो चांदाने मूक्यो छे पांपणे
मारा सपनाना दरियाओ खळभळे रे लोल


Men To Surajane Ropyo Chhe

Men to surajane ropyo chhe angane
Mara faliyani kankariyun zalahale re lola
Men to chandane mukyo chhe panpane
Mara sapanana dariyao khalabhale re lola

Hun to kankuna thapaman khovati jaun
Badhi mamatali ankhyuthi jovati jaun
Mari mahendino gaheke chhe moralo
Ene sajanani angaliyun sanbhare re lola

Koi avine oratane ori gayun,
Mari dhingalini nindarane chori gayun,
Hun to ubhi chhun umarana unbare
Mara antaraman ghughariyun ranazane re lola

Men to surajane ropyo chhe angane
Mara faliyani kankariyun zalahale re lola
Men to chandane mukyo chhe panpane
Mara sapanana dariyao khalabhale re lola


Men to sūrajane ropyo chhe

Men to sūrajane ropyo chhe āngaṇe
Mārā faḷiyānī kānkarīyun zaḷahaḷe re lola
Men to chāndāne mūkyo chhe pānpaṇe
Mārā sapanānā dariyāo khaḷabhaḷe re lola

Hun to kankunā thāpāmān khovātī jāun
Badhī mamatāḷī ānkhyuthī jovātī jāun
Mārī mahendīno gaheke chhe moralo
Ene sājaṇanī āngaḷīyun sānbhare re lola

Koī āvīne oratāne orī gayun,
Mārī ḍhīngalīnī nīndarane chorī gayun,
Hun to ūbhī chhun umaranā unbare
Mārā antaramān ghūgharīyun raṇazaṇe re lola

Men to sūrajane ropyo chhe āngaṇe
Mārā faḷiyānī kānkarīyun zaḷahaḷe re lola
Men to chāndāne mūkyo chhe pānpaṇe
Mārā sapanānā dariyāo khaḷabhaḷe re lola


Source : સ્વર: વ્રતિની પુરોહિત
ગીત : મિલિન્દ ગઢવી
સંગીત : કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત
(ચિત્રપટઃ પ્રેમજી ૨૦૧૫)