મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ને ભાંગી તો પડે રે બ્રહ્માંડ જી,
વિપતિ પડે તો યે વણસે નાંહી ને,
સોઈ હરિજનનાં પરમાણ જી. મેરૂ…
ચિતની તો વૃત્તિ જેની સદાય જ,
નિર્મળ ને કોઈની કરે નહિ આશ જી,
દાન દેવે પણ રહેવે અજાચીને,
રાખે વચનમાં વિશ્વાસ રે. મેરુ…
હરખ ને શોકની જેને નવ આવે હેડકી,
ને આઠે પહોર રે’વે આનંદેજી,
નીત્ય ઝીલે રૈ સત્ સંગમાં ને રે
તોડે મોહમાયા કેરા ફંદ રે. મેરુ…
તન-મન-ધન જેણે ગુરુજીને આપ્યા,
તે નામ-નિજારી નર નાર જી,
એકાંતે બેસીને આરાધ માંડે,
તો અલખ પધારે એને દ્વારા રે. મેરું…
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહેવે ભરપૂર રે,
ગંગા સતી એમ બોલિયાં,
જેને નેણે તે વરસે ઝાંઝા નીર રે. મેરુ…
Meru to Dage, Pan Man Dage Naa
Meru to ḍage paṇ jenān man nav ḍage,
Bhale ne bhāngī to paḍe re brahmānḍa jī,
Vipati paḍe to ye vaṇase nānhī ne,
Soī harijananān paramāṇ jī. Merū…
Chitanī to vṛutti jenī sadāya ja,
Nirmaḷ ne koīnī kare nahi āsh jī,
Dān deve paṇ raheve ajāchīne,
Rākhe vachanamān vishvās re. Meru…
Harakh ne shokanī jene nav āve heḍakī,
Ne āṭhe pahor re’ve ānandejī,
Nītya zīle rai sat sangamān ne re
Toḍe mohamāyā kerā fanda re. Meru…
Tana-mana-dhan jeṇe gurujīne āpyā,
Te nāma-nijārī nar nār jī,
Ekānte besīne ārādh mānḍe,
To alakh padhāre ene dvārā re. Merun…
Sangat karo to tame evānī karajo,
Je bhajanamān raheve bharapūr re,
Gangā satī em boliyān,
Jene neṇe te varase zānzā nīr re. Meru…
Divya Publication. (2020). કિર્તન સાગર
Meru To Dage Pan Jena [Full Song] Gaga Sati Na Bhajnon. (2011, May 27). YouTube