મીઠા મીઠા નાદ વેણુના દૂરથી - Mitha Mitha Naad Venu Na Dur Thi - Gujarati & English Lyrics

મીઠા મીઠા નાદ વેણુના દૂરથી,
આવી આવીને મારે કાને અથડાય.

નંદનો કિશોર કાન માખણનો ચોર ઘેલો
ગાયોને ચારવા વનમાં જાય.

માથે મુગટ એને મોરપીચ્છ સોહે,
ફૂલોનાં ઝૂમખાં કેવાં સોહાય!

મુકી મુકીને ધરકામ સૌ ગોપીઓ,
દોડી દોડીને વનમાં જાય…

કામકાજમાં એનું ચિત્ત ન ચોટે,
વેણુના નાદમાં મનડું મોહાય…

એક તાલી એક તાલી તાલી દઈ નાચતાં,
ગોપીને કાન સૌ ભૂલ્યાં છે ભાન…

છુમ છુમા છુમ છુમ છુમાછમ ઘૂઘરિયાં બાજે,
ઢોલકના નાદ ભેગી બાજે પખવાજ…

પૂનમનો ચાંદલો નાચે છે આભમાં,
એને દેખીને કાન કેવા હરખાય…

આસપાસ નાચતી ઘેલી થઇ ગોપીઓ,
વચમાં રાધાને કાન કેવાં સોહાય…

મીઠા મીઠા નાદ…

Mitha Mitha Naad Venu Na Dur Thi

Mith mith nad venun durathi,
Avi avine mare kane athadaya.

Nandano kishor kan makhanano chor ghelo
Gayone charav vanaman jaya.

Mathe mugat ene morapichchha sohe,
Fulonan zumakhan kevan sohaya!

Muki mukine dharakam sau gopio,
Dodi dodine vanaman jaya…

Kamakajaman enun chitṭa n chote,
Venun nadaman manadun mohaya…

Ek tali ek tali tali dai nachatan,
Gopine kan sau bhulyan chhe bhana…

Chhum chhum chhum chhum chhumachham ghughariyan baje,
Dholakan nad bhegi baje pakhavaja…

Punamano chandalo nache chhe abhaman,
Ene dekhine kan kev harakhaya…

Asapas nachati gheli thai gopio,
Vachaman radhane kan kevan sohaya…

Mith mith nada…

Mitha mitha venu na naad | मीठा मीठा वेणु ना. (2017, November 14). YouTube