મોક્ષ જેવું કંઈ છે ખરું? - Moksha Jevun Kani Chhe Kharun? - Lyrics

મોક્ષ જેવું કંઈ છે ખરું?

શાને કાજે માનવોનાં મન તલસતાં મૂઢ સ્વાતંત્ર્ય કાજે!
શાને માટે છુટવાની જગતતટથી વાંચ્છના ઉર રાજે!

ક્યાં છે મુક્તિ? કૈ દિશાએ? નજર ચઢતી ના કદી, ભવ્ય ભ્રાંતિ
જ્યાં જ્યાં ભાળે ચક્ષુઓ ત્યાં અતુટ દિસતી બંધનોની પ્રસક્તિ.

છોડી સેવે જંગલો જો, જગતજનની મિત્રતા, તું કદાપિ,
ચારે પાસે તો છતાં યે નજર પડશે વૃક્ષોની ગાઢ ઝાડી;

ત્યાગીને તે જો કદી તું અવનિ પરથી ઊડશે અંતરિક્ષે
તોયે તારો દેહ આખો વિંટાઈ જશે સૂર્ય કેરા પ્રકાશે.

અંતે એવા કોક ઉંચા સ્થળ પર જશે તું ન જ્યાં જાય દૃષ્ટિ
તારો કેડો તો છતાંએ, ગગન પ્રસર્યું, છોડશે ના કદાપિ;

ક્યાં છે મુક્તિ! વિશ્વ કેરા ગહનતલના બંધનાગારમાંથી
ઘેરા ગાઢા અંધકારે ભ્રમણ કરતાં આખરી મોક્ષ ક્યાંથી?
(૧૭-૨-૧૯૩૨)

-નલિન મણિશંકર ભટ્ટ


Moksha Jevun Kani Chhe Kharun?

Shane kaje manavonan man talasatan mudh swatantrya kaje!
Shane mate chhuṭavani jagatataṭathi vanchchhan ur raje!

Kyan chhe mukti? Kai dishae? Najar chadhati n kadi, bhavya bhranti
Jyan jyan bhale chakshuo tyan atut disati bandhanoni prasakti.

Chhodi seve jangalo jo, jagatajanani mitrata, tun kadapi,
Chare pase to chhatan ye najar padashe vrukshoni gadh zadi;

Tyagine te jo kadi tun avani parathi udashe antarikshe
Toye taro deh akho vintai jashe surya ker prakashe.

Ante ev kok uncha sthal par jashe tun n jyan jaya drushti
Taro kedo to chhatane, gagan prasaryun, chhodashe n kadapi;

Kyan chhe mukti! vishva ker gahanatalan bandhanagaramanthi
Gher gadh andhakare bhraman karatan akhari moksha kyanthi?
(17-2-1932)

-Nalin Manishankar Bhatṭa