મોર બોલે ને ઢેલડ રિસાણી - Mor Bole Ne Dhelad Risani - Gujarati & Englsih Lyrics

મોર બોલે ને ઢેલડ રિસાણી,
તમે શાના લીધા છે વાદ !
એકવાર બોલોને ! ઢેલડ રિસાણી.

મારા નાક પરમાણે નથડી ,
મેં તો ટીલડીએ લીધેલ વાદ,
એકવાર બોલોને ! ઢેલડ રિસાણી.
મોર બોલે ને…

મારા પગ પરમાણે કડલાં,
મેં તો કાંબીએ લીધેલ વાદ,
એકવાર બોલોને ! ઢેલડ રિસાણી.
મોર બોલે ને…

મારા હાથ પરમાણે ચૂડલી ,
મેં તો ગુજરીએ લીધેલ વાદ,
એકવાર બોલોને ! ઢેલડ રિસાણી.
મોર બોલે ને.

મારા ડોક પરમાણે હારલો,
મેં તો હાંસડીએ લીધેલ વાદ,
એકવાર બોલોને ! ઢેલડ રિસાણી.
મોર બોલે ને…

Mor Bole Ne Dhelad Risani

Mor bole ne dhelad risani,
Tame shan lidh chhe vad !
Ekavar bolone !
Dhelad risani.

Mar nak paramane nathadi ,
Men to tiladie lidhel vada,
Ekavar bolone ! Dhelad risani.
Mor bole ne…

Mar pag paramane kadalan,
Men to kanbie lidhel vada,
Ekavar bolone ! Dhelad risani.
Mor bole ne…

Mar hath paramane chudali ,
Men to gujarie lidhel vada,
Ekavar bolone ! Dhelad risani.
Mor bole ne.

Mar dok paramane haralo,
Men to hansadie lidhel vada,
Ekavar bolone ! Dhelad risani.
Mor bole ne…