મુંને મારગ દે ભૂમિમૈયા! - Munne Marag De Bhumimaiya! - Gujarati Kavita

મુંને મારગ દે ભૂમિમૈયા!

ગગનપથે મુંને દૈત્યે હરી’તી
પવનસુતે લીધી ભાળ રે

અગનિનો ખોળો ખૂંદી વળી (હું તો)
સાત સાગરનાં નીરની પાળ રે

હવે બાકી ન એકે દ્વાર રે
મુંને મારગ દે ભૂમિમૈયા!

લંકાપુરીમાં પારખાં મેં દીધાં
અંગે અંગ લગાડી’તી લાય રે

લોકવચને હું તો સળગી ભીતરથી
વિયોગ જ્વાલાની માંય રે

વધુ જલવાનો કોઈ ન ઉપાય રે
મુને મારગ દે ભૂમિમૈયા!

જનક વિદેહીની લાડલી દુલારી
ત્રિભુવન પતિ મારા નાથ રે

સમરથ વીરોની માતા બની (હું તો)
તો યે રાંકડી થઈ જોડું હાથ રે

મારો ખૂટી ગયો દૈવનો સાથ રે
મુંને મારગ દે ભૂમિમૈયા!


मुंने मारग दे भूमिमैया!

गगनपथे मुंने दैत्ये हरी’ती
पवनसुते लीधी भाळ रे

अगनिनो खोळो खूंदी वळी (हुं तो)
सात सागरनां नीरनी पाळ रे

हवे बाकी न एके द्वार रे
मुंने मारग दे भूमिमैया!

लंकापुरीमां पारखां में दीधां
अंगे अंग लगाडी’ती लाय रे

लोकवचने हुं तो सळगी भीतरथी
वियोग ज्वालानी मांय रे

वधु जलवानो कोई न उपाय रे
मुने मारग दे भूमिमैया!

जनक विदेहीनी लाडली दुलारी
त्रिभुवन पति मारा नाथ रे

समरथ वीरोनी माता बनी (हुं तो)
तो ये रांकडी थई जोडुं हाथ रे

मारो खूटी गयो दैवनो साथ रे
मुंने मारग दे भूमिमैया!


Munne Marag De Bhumimaiya!

Gaganapathe munne daitye hari’ti
Pavanasute lidhi bhal re

Aganino kholo khundi vali (hun to)
Sat sagaranan nirani pal re

Have baki n eke dvar re
Munne marag de bhumimaiya!

Lankapuriman parakhan men didhan
Ange anga lagadi’ti laya re

Lokavachane hun to salagi bhitarathi
Viyog jvalani manya re

Vadhu jalavano koi n upaya re
Mune marag de bhumimaiya!

Janak videhini ladali dulari
Tribhuvan pati mara nath re

Samarath vironi mata bani (hun to)
To ye rankadi thai jodun hath re

Maro khuti gayo daivano sath re
Munne marag de bhumimaiya!


Munne mārag de bhūmimaiyā!

Gaganapathe munne daitye harī’tī
Pavanasute līdhī bhāḷ re

Aganino khoḷo khūndī vaḷī (hun to)
Sāt sāgaranān nīranī pāḷ re

Have bākī n eke dvār re
Munne mārag de bhūmimaiyā!

Lankāpurīmān pārakhān men dīdhān
Ange anga lagāḍī’tī lāya re

Lokavachane hun to saḷagī bhītarathī
Viyog jvālānī mānya re

Vadhu jalavāno koī n upāya re
Mune mārag de bhūmimaiyā!

Janak videhīnī lāḍalī dulārī
Tribhuvan pati mārā nāth re

Samarath vīronī mātā banī (hun to)
To ye rānkaḍī thaī joḍun hāth re

Māro khūṭī gayo daivano sāth re
Munne mārag de bhūmimaiyā!


Source : નિનુ મઝુમદાર રચિત
સંગીત-નાટિકા ‘સીતાયન’નો અંશ
સ્વરઃ રાજુલ મહેતા