નાગણીઓનો રાફડો કેસરીઆ લાલ,
છોડો તમારા નાગને રમવા મેલો કેસરીઆ લાલ,
ઉતારા દેશું ઓરડા કેસરીઆ લાલ,
દેશુ મેડીના મો’લ રે રમવા મેલો કેસરીઆ લાલ,
દાતણ દેશું દાઢમી કેસરીઆ લાલ.
દેશું નદિયુંનાં નીર રે રમવા મેલો કેસરીઆ લાલ,
ભોજન દેશું લાપશી કેસરીઆ લાલ,
અમે દેશું રે પાંચ પકવાન રે રમવા મેલો કેસરીઆ લાલ,
મુખવાસ દેશું એલચી કેસરીઆ લાલ,
દેશું બીડેલાં પાન રે રમવા મેલો કેસરીઆ લાલ,
રમત દેશું સોગઠાં કેસરીઆ લાલ,
દેશું પાસાંની જોડ રે રમવા મેલો કેસરીઆ લાલ,
પોઢણ દેશું ઢોલિયા કેસરીઆ લાલ,
દેશું હિંડોળા ખાટ રે રમવા મેલો કેસરીઆ લાલ,
નાગણીઓનો રાફડો કેસરીઆ લાલ,
છોડો તમારા નાગને રમવા મેલો કેસરીઆ લાલ.
Naganio No Rafdo
Naganiono rafado kesaria lala,
Chhodo tamar nagane ramav melo kesaria lala,
Utar deshun orad kesaria lala,
Deshu medin mo’l re ramav melo kesaria lala,
Datan deshun dadhami kesaria lala.
Deshun nadiyunnan nir re ramav melo kesaria lala,
Bhojan deshun lapashi kesaria lala,
Ame deshun re pancha pakavan re ramav melo kesaria lala,
Mukhavas deshun elachi kesaria lala,
Deshun bidelan pan re ramav melo kesaria lala,
Ramat deshun sogathan kesaria lala,
Deshun pasanni jod re ramav melo kesaria lala,
Podhan deshun dholiya kesaria lala,
Deshun hindol khat re ramav melo kesaria lala,
Naganiono rafado kesaria lala,
Chhodo tamar nagane ramav melo kesaria lala.