નૈયા ઝૂકાવી મેં તો - Naiya Zukavi me To - Lyrics

નૈયા ઝૂકાવી મેં તો - Naiya Zukavi me To

નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાયના

પાર્થ નું સંગીત ચારે કોર બાજે
કોઈનું કોઈ નથી દુનિયામાં આજે —2
તન નો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો --------નૈયા –

પાપ ને પુણ્ય ના ભેદ રે પરખાતા
રાગ અને દ્વેષ આજ ઘટે ઘટ ઘૂંટાતા
જોજે આ જીવન માં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો --------નૈયા

શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે
નિશદિન ના સ્નેહ કેરો તેલ એમાં નાખજે
ભજરે મંદિર જોજે પથ તાર થાય ના

ઝાંખો ઝાંખો દીવો ----------નૈયા


naiyā zūkāvī men to

Naiyā zūkāvī men to joje ḍūbī jāya nā
Zānkho zānkho dīvo māro jo je re buzāyanā

Pārtha nun sangīt chāre kor bāje
Koīnun koī nathī duniyāmān āje —2
Tan no tanburo joje besuro thāya nā
Zānkho zānkho dīvo --------naiyā –

Pāp ne puṇya nā bhed re parakhātā
Rāg ane dveṣh āj ghaṭe ghaṭ ghūnṭātā
Joje ā jīvan mān zer prasarāya nā
Zānkho zānkho dīvo --------naiyā

Shraddhānā dīvaḍāne jalato tun rākhaje
Nishadin nā sneh kero tel emān nākhaje
Bhajare mandir joje path tār thāya nā

Zānkho zānkho dīvo ----------naiyā