ઓધવજી જાણ્યું નો' તું આવું રે - Odhavji Janyu No Tu Avu Re - Gujarati & English Lyrics

વ્હાલે મારે મથુરામાં રેવું રે,
કે એવું દુઃખ કુબજાને દેવું રે,
ઓધવજી જાણ્યું નો’તું આવું રે…

અમે થઈ વિશ્વાસુ નારી રે
ધુતારામાં ભેદ ઘણો ભારી રે,
કે વાલે મુને વાંક વગરની મારી… ઓધવજી.

વ્હાલાજીએ પરથમ પ્રીત કીધી રે
ગોપિયું સરવે વશ કરી લીધી,
કે પછે વ્હાલે પીડા અમોને બહુ દીધી ઓધવજી.

ધુતારાએ ધૃત ઘણું કીધું રે,
આ ચિતડું મારું ચોરી લીધું રે,
કે પાણી ઘર પૂછ્યા વગરનું પીધું… ઓધવજી.

જો જો બાઈયુ સંગ કરતાં એનો રે,
બોલ્યામાં ઢંગ નથી એનો રે,
કે બેની એનો ભરોસો કેમ અમે કરીએ… ઓધવજી.

મારગમાં પડતા મેલ્યા વ્હા’લે રે.
તે દીના અન્ન પાણી નો ભાવે રે,
હાલાના ગુણ માધવદાસ ગાયે… ઓધવજી

માધવદાસ

Odhavji Janyu No Tu Avu Re

Vhale mare mathuraman revun re,
Ke evun duahkha kubajane devun re,
Odhavaji janyun no’tun avun re…

Ame thai vishvasu nari re
Dhutaraman bhed ghano bhari re,
Ke vale mune vanka vagarani mari… Odhavaji.

Vhalajie paratham prit kidhi re
Gopiyun sarave vash kari lidhi,
Ke pachhe vhale pid amone bahu didhi odhavaji.

Dhutarae dhrut ghanun kidhun re,
A chitadun marun chori lidhun re,
Ke pani ghar puchhya vagaranun pidhun… Odhavaji.

Jo jo baiyu sanga karatan eno re,
Bolyaman dhanga nathi eno re,
Ke beni eno bharoso kem ame karie… Odhavaji.

Maragaman padat melya vha’le re. Te din anna pani no bhave re,
Halan gun madhavadas gaye… Odhavaji

Madhavadasa