પણ મોરલા બોલ્યા નહીં - Pan Morala Bolya Nahin - Gujarati Kavita

પણ મોરલા બોલ્યા નહીં

દૂર દખ્ખણના ડુંગરા ડોલ્યાં, પણ મોરલાં બોલ્યા નહીં.
અને વર્ષાએ વીંઝણા વીંઝોળ્યાં, પણ મોરલા બોલ્યા નહીં.

ડુંગરાની કોરે, ઊગતા રે પહોરે,
વગડો વીંધીને ફૂલ ફોર્યાં,
પણ મોરલા બોલ્યા નહીં.

કેમ રે કલાપી તારું વિલાપી મન પરખાય રે?
કેમ રે કલાપી તારો ટહુકો મધુર ના સુણાય રે?

કોઈ વ્હાલેરાએ હૈયાં ઢંઢોળ્યાં;
પણ મોરલા બોલ્યા નહીં.

નેહભર્યા નીરથી ધરતી ભીંજવતો મેહુલિયો આવતો નથી,
રુધિરના તરસ્યા પર સીંચન સમીરશો વાયરો વાતો નથી,

એમ આંખડીએ આંસુડા સાર્યાં;
પણ મોરલા બોલ્યા નહીં.


पण मोरला बोल्या नहीं

दूर दख्खणना डुंगरा डोल्यां, पण मोरलां बोल्या नहीं.
अने वर्षाए वींझणा वींझोळ्यां, पण मोरला बोल्या नहीं.

डुंगरानी कोरे, ऊगता रे पहोरे,
वगडो वींधीने फूल फोर्यां,
पण मोरला बोल्या नहीं.

केम रे कलापी तारुं विलापी मन परखाय रे?
केम रे कलापी तारो टहुको मधुर ना सुणाय रे?

कोई व्हालेराए हैयां ढंढोळ्यां;
पण मोरला बोल्या नहीं.

नेहभर्या नीरथी धरती भींजवतो मेहुलियो आवतो नथी,
रुधिरना तरस्या पर सींचन समीरशो वायरो वातो नथी,

एम आंखडीए आंसुडा सार्यां;
पण मोरला बोल्या नहीं.


Pan Morala Bolya Nahin

Dur dakhkhanana dungara dolyan, pan moralan bolya nahin. Ane varshae vinzana vinzolyan, pan morala bolya nahin.

Dungarani kore, ugata re pahore,
Vagado vindhine ful foryan,
Pan morala bolya nahin.

Kem re kalapi tarun vilapi man parakhaya re? Kem re kalapi taro tahuko madhur na sunaya re?

Koi vhalerae haiyan dhandholyan;
Pan morala bolya nahin.

Nehabharya nirathi dharati bhinjavato mehuliyo avato nathi,
Rudhirana tarasya par sinchan samirasho vayaro vato nathi,

Em ankhadie ansuda saryan;
Pan morala bolya nahin.


Paṇ moralā bolyā nahīn

Dūr dakhkhaṇanā ḍungarā ḍolyān, paṇ moralān bolyā nahīn. Ane varṣhāe vīnzaṇā vīnzoḷyān, paṇ moralā bolyā nahīn.

Ḍungarānī kore, ūgatā re pahore,
Vagaḍo vīndhīne fūl foryān,
Paṇ moralā bolyā nahīn.

Kem re kalāpī tārun vilāpī man parakhāya re? Kem re kalāpī tāro ṭahuko madhur nā suṇāya re?

Koī vhālerāe haiyān ḍhanḍhoḷyān;
Paṇ moralā bolyā nahīn.

Nehabharyā nīrathī dharatī bhīnjavato mehuliyo āvato nathī,
Rudhiranā tarasyā par sīnchan samīrasho vāyaro vāto nathī,

Em ānkhaḍīe ānsuḍā sāryān;
Paṇ moralā bolyā nahīn.


Source : સ્વરઃ વસુમતિ વ્યાસ અને સાથીદારો
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ


[પત્રકાર નંદિની ત્રિવેદીના જણાવવા મુજબ આ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં થયેલું પ્રથમ રેકોર્ડિંગ છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને એક વાર દિલીપ ધોળકિયા ગુજરાતી ચિત્રપટ ‘શામળશાનો વિવાહ’ના રેકોર્ડિંગ માટે એચએમવી સ્ટુડિયો પર લઈ ગયા અને ત્યાં એમનો પરિચય થયો સુગમ સંગીતના મહાસમ્રાટ અવિનાશ વ્યાસ જોડે. એમનું રિહર્સલ ચાલી રહ્યું હતું. અવિનાશભાઈએ પૂછ્યું, ‘આમાં તારે એક લાઈન ગાવાની છે ગાઈ શકશે?’ નાનકડા પુરુષોત્તમે ડોકું ધૂણાવીને હા પાડી. એ ગીત હતું, ‘દૂર દખ્ખણના ડુંગરા ડોલ્યા પણ મોરલા બોલ્યા નહીં.’ કોરસ તરીકે રેકોર્ડ થનારા આખા ગીતમાં એમણે માત્ર આ જ પંક્તિ દોહરાવવાની હતી, ‘મોરલા બોલ્યા નહીં.’ એ જમાનામાં નાગરાણીઓ ટિપિકલ લહેકાથી ગાતી. એની વચ્ચે પુરુષોત્તમભાઈ તેમના કૂમળા અવાજમાં ટહુકો કરતા, ‘…પણ મોરલા બોલ્યા નહીં!’ ત્યારથી શરૂ થયેલો ટહુકો આજ દિવસ સુધી અકબંધ છે.]