પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો - Paramatma E Atmane Shanti Sachi Apajo - Lyrics

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લક્ષ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે તમ સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

- શ્રી મોટા


Paramatma E Atmane Shanti Sachi Apajo

He nath jodi hath paye premathi sahu lagie
Sharanun male sachun tamarun eh hrudayathi mangie
Je jiv avyo ap pase sharanaman apanavajo
Paramatma e atmane shanti sachi apajo

Vali karmanan yoge kari je kulaman e avatare
Tyan purna preme o prabhuji apani bhakti kare
Laksha chorashi bandhanone lakshaman lai kapajo
Paramatma e atmane shanti sachi apajo

Susanpatti, suvichar ne satakarmano dai varaso
Janmo janam satasangathi kiratar par utarajo
A lok ne paralokaman tav prem ragarag vyapajo
Paramatma e atmane shanti sachi apajo

Male moksha ke sukh swargan ash ure evi nathi
Dyo deh durlabh manavino bhajan karav bhavathi
Sachun batavi rup shri prabhuji hrudaye tam sthapajo
Paramatma e atmane shanti sachi apajo

- shri mota

Source: Mavjibhai