પશુમાં પડી એક તકરાર - Pashuman Padi Ek Takarara - Gujarati

પશુમાં પડી એક તકરાર

(રાગ ભૈરવી)

પશુમાં પડી એક તકરાર,
વાદવિવાદ ચલાવા પોતે તુર્ત ભરી દરબાર;
અને ત્યાં બેઠાં નર ને નાર.

ગાય: કોણ ગુણોની ગણના કરશે ગરીબડી હું ગાય,
વાછરડાં વલવલે બિચારાં ને પય બીજાં ખાય;
જુલમનો તો પણ ક્યાં છે પાર
પશુમાં પડી એક તકરાર

કૂતરો: વફાદાર હું પ્રાણી પ્યારું ખાઈ ધણીનું ધાન,
હલાલ તેનું નિમક કરું છું મનમાં રાખી માન;
રાતદિન સેવા છું કરનાર.
પશુમાં પડી એક તકરાર

ગધેડો: મૂર્ખ માનવી મને હસે પણ કોણ ઉપાડે ભાર,
મણબંધી બોજો લાદે ને ચાલું બિનતકરાર;
કહો જન જાણે ક્યાં ઉપકાર?
પશુમાં પડી એક તકરાર

ઘોડો: તન તોડીને સેવા આપું ખાઉં કદી ના હાર,
માલિકને લઈ રસ્તો કાપું કરી પીઠ પર સવાર;
કરે છે કોણ કહો દરકાર?
પશુમાં પડી એક તકરાર

ઊંટ: મુસાફરીમાં માર્ગ કાપવા કરું સફર હું દૂર,
મુજ જળ કાજે જીવ લીએ છે કોઈ મુસાફર ક્રૂર;
કરું છું મરતાં પરોપકાર.
પશુમાં પડી એક તકરાર

હાથી: રાજાની અંબાડી કેરો મુજ પર છે આધાર,
મુજ પગલાંથી શોભે સવારી દીપે વળી દરબાર;
શ્રેષ્ઠ છું પશુમાં હું સરદાર.
પશુમાં પડી એક તકરાર

બકરો: ન્યાય મળે નિર્દોષને ક્યાં તલ આપું નહિ ત્રાસ,
તોય તલ્પે છે ખાવા કાજે માણસ મારું માંસ;
બનું છું કસાઈ કરથી ઠાર.
પશુમાં પડી એક તકરાર

બળદ: મુજ બળથી હળ ખેડૂત ખેડે મુજ પર કુલ આધાર,
હું જ ઉપાડું બોજ રોજનો વાહન કે વ્યાપાર;
ઘડીનો હોય ન તોય કરાર.
પશુમાં પડી એક તકરાર

(દોહરો)

ખર બકરો ને બળદિયો ગજ ઘોડો ને ગાય
પ્રાણી બિચારાં પારકી આશ પર અથડાય
ખોટાં કામે ખલકમાં દંડે જો દરબાર
પશુ પંખી પીડતાં કોપે નહિ કિરતાર?


पशुमां पडी एक तकरार

(राग भैरवी)

पशुमां पडी एक तकरार,
वादविवाद चलावा पोते तुर्त भरी दरबार;
अने त्यां बेठां नर ने नार.

गाय: कोण गुणोनी गणना करशे गरीबडी हुं गाय,
वाछरडां वलवले बिचारां ने पय बीजां खाय;
जुलमनो तो पण क्यां छे पार
पशुमां पडी एक तकरार

कूतरो: वफादार हुं प्राणी प्यारुं खाई धणीनुं धान,
हलाल तेनुं निमक करुं छुं मनमां राखी मान;
रातदिन सेवा छुं करनार.
पशुमां पडी एक तकरार

गधेडो: मूर्ख मानवी मने हसे पण कोण उपाडे भार,
मणबंधी बोजो लादे ने चालुं बिनतकरार;
कहो जन जाणे क्यां उपकार?
पशुमां पडी एक तकरार

घोडो: तन तोडीने सेवा आपुं खाउं कदी ना हार,
मालिकने लई रस्तो कापुं करी पीठ पर सवार;
करे छे कोण कहो दरकार?
पशुमां पडी एक तकरार

ऊंट: मुसाफरीमां मार्ग कापवा करुं सफर हुं दूर,
मुज जळ काजे जीव लीए छे कोई मुसाफर क्रूर;
करुं छुं मरतां परोपकार.
पशुमां पडी एक तकरार

हाथी: राजानी अंबाडी केरो मुज पर छे आधार,
मुज पगलांथी शोभे सवारी दीपे वळी दरबार;
श्रेष्ठ छुं पशुमां हुं सरदार.
पशुमां पडी एक तकरार

बकरो: न्याय मळे निर्दोषने क्यां तल आपुं नहि त्रास,
तोय तल्पे छे खावा काजे माणस मारुं मांस;
बनुं छुं कसाई करथी ठार.
पशुमां पडी एक तकरार

बळद: मुज बळथी हळ खेडूत खेडे मुज पर कुल आधार,
हुं ज उपाडुं बोज रोजनो वाहन के व्यापार;
घडीनो होय न तोय करार.
पशुमां पडी एक तकरार

(दोहरो)

खर बकरो ने बळदियो गज घोडो ने गाय
प्राणी बिचारां पारकी आश पर अथडाय
खोटां कामे खलकमां दंडे जो दरबार
पशु पंखी पीडतां कोपे नहि किरतार?


Pashuman Padi Ek Takarara

(rag bhairavi)

Pashuman padi ek takarara,
Vadavivad chalava pote turta bhari darabara;
Ane tyan bethan nar ne nara.

Gaya: kon gunoni ganana karashe garibadi hun gaya,
vachharadan valavale bicharan ne paya bijan khaya;
julamano to pan kyan chhe para
pashuman padi ek takarara

Kutaro: vafadar hun prani pyarun khai dhaninun dhana,
halal tenun nimak karun chhun manaman rakhi mana;
ratadin seva chhun karanara.
pashuman padi ek takarara

Gadhedo: murkh manavi mane hase pan kon upade bhara,
manabandhi bojo lade ne chalun binatakarara;
kaho jan jane kyan upakara?
pashuman padi ek takarara

Ghodo: tan todine seva apun khaun kadi na hara,
malikane lai rasto kapun kari pith par savara;
kare chhe kon kaho darakara?
pashuman padi ek takarara

Unta: musafariman marga kapava karun safar hun dura,
muj jal kaje jiv lie chhe koi musafar krura;
karun chhun maratan paropakara.
pashuman padi ek takarara

Hathi: rajani anbadi kero muj par chhe adhara,
muj pagalanthi shobhe savari dipe vali darabara;
shreshth chhun pashuman hun saradara.
pashuman padi ek takarara

Bakaro: nyaya male nirdoshane kyan tal apun nahi trasa,
toya talpe chhe khava kaje manas marun mansa;
banun chhun kasai karathi thara.
pashuman padi ek takarara

Balada: muj balathi hal khedut khede muj par kul adhara,
hun j upadun boj rojano vahan ke vyapara;
ghadino hoya n toya karara.
pashuman padi ek takarara

(doharo)

Khar bakaro ne baladiyo gaj ghodo ne gaya
Prani bicharan paraki ash par athadaya
Khotan kame khalakaman dande jo darabara
Pashu pankhi pidatan kope nahi kiratara?


Pashumān paḍī ek takarāra

(rāg bhairavī)

Pashumān paḍī ek takarāra,
Vādavivād chalāvā pote turta bharī darabāra;
Ane tyān beṭhān nar ne nāra.

Gāya: koṇ guṇonī gaṇanā karashe garībaḍī hun gāya,
vāchharaḍān valavale bichārān ne paya bījān khāya;
julamano to paṇ kyān chhe pāra
pashumān paḍī ek takarāra

Kūtaro: vafādār hun prāṇī pyārun khāī dhaṇīnun dhāna,
halāl tenun nimak karun chhun manamān rākhī māna;
rātadin sevā chhun karanāra.
pashumān paḍī ek takarāra

Gadheḍo: mūrkh mānavī mane hase paṇ koṇ upāḍe bhāra,
maṇabandhī bojo lāde ne chālun binatakarāra;
kaho jan jāṇe kyān upakāra?
pashumān paḍī ek takarāra

Ghoḍo: tan toḍīne sevā āpun khāun kadī nā hāra,
mālikane laī rasto kāpun karī pīṭh par savāra;
kare chhe koṇ kaho darakāra?
pashumān paḍī ek takarāra

Ūnṭa: musāfarīmān mārga kāpavā karun safar hun dūra,
muj jaḷ kāje jīv līe chhe koī musāfar krūra;
karun chhun maratān paropakāra.
pashumān paḍī ek takarāra

Hāthī: rājānī anbāḍī kero muj par chhe ādhāra,
muj pagalānthī shobhe savārī dīpe vaḷī darabāra;
shreṣhṭh chhun pashumān hun saradāra.
pashumān paḍī ek takarāra

Bakaro: nyāya maḷe nirdoṣhane kyān tal āpun nahi trāsa,
toya talpe chhe khāvā kāje māṇas mārun mānsa;
banun chhun kasāī karathī ṭhāra.
pashumān paḍī ek takarāra

Baḷada: muj baḷathī haḷ kheḍūt kheḍe muj par kul ādhāra,
hun j upāḍun boj rojano vāhan ke vyāpāra;
ghaḍīno hoya n toya karāra.
pashumān paḍī ek takarāra

(doharo)

Khar bakaro ne baḷadiyo gaj ghoḍo ne gāya
Prāṇī bichārān pārakī āsh par athaḍāya
Khoṭān kāme khalakamān danḍe jo darabāra
Pashu pankhī pīḍatān kope nahi kiratāra?


Source : દાદી એદલજી